Get The App

નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી

આરટીઓએ નિયમ ભંગના 7204 કેસો કરી વાહનચાલકોને રૂ. 3.33 કરોડનો દંડ ફટકાર્યો

સૌથી વધુ ઓવરસ્પીડ અને ઓવરલોડના કેસો , 183 વાહનો ડિટેઇન કર્યા

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે  આરટીઓની કાર્યવાહી 1 - image

આરટીઓ વિભાગે નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી પાછલા 6 મહિનામાં એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ 7 હજારથી વધુ કેસો કરી બેદરકારી દાખવનાર વાહન ચાલકોને રૂ. 3.33 કરોડ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.વડોદરા આરટીઓની અલગ અલગ ટીમોએ એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન નેશનલ હાઇવે આસપાસ, જિલ્લાના ટોલ પ્લાઝા સહિતના વિસ્તારોમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓવરલોડના 116 કેસો સાથે રૂ.1,42,73,012, ઓડીસી (ઓવર ડાયમેન્શનલ)ના 497 કેસો સાથે રૂ. 20,34,600, પરમીટના 310 કેસો સાથે રૂ.27,88,500, ઓવરસ્પીડના 3035 કેસો સાથે રૂ.69,99,500, રોડ સેફટીના 228 કેસો સાથે રૂ.2,64,100, ફિટનેસના 252 કેસો સાથે રૂ. 18,58,000 તથા અન્ય 1722 કેસો સાથે રૂ .50,88,028ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ દરમ્યાન 183 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ, કુલ 7204 કેસો સાથે કુલ રૂ. 3,33,05,740ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આરટીઓ વિભાગે વાહનચાલકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.