Get The App

અરજદારને બોલાવવા કહેતાં RTO ઇન્સ્પેકટર સાથે ઝપાઝપી : ફરજમાં રૂકાવટ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
અરજદારને બોલાવવા કહેતાં RTO ઇન્સ્પેકટર સાથે ઝપાઝપી : ફરજમાં રૂકાવટ 1 - image

છરી બતાવી મારી નાખવા ધમકી આપી  : ઇન્સ્પેક્ટર અને સિક્યુરિટી કર્મચારીને સામાન્ય ઇજા : પોલીસે RTO કચેરીએ જઈને અટકાયત કરી

જૂનાગઢ, : જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે આવેલા શખ્સને અરજદારને બોલાવી લાવવા કહેતા આ શખ્સે ગાળો આપી ઝપાઝપી કરી છરી બતાવી ફરજમાં રૂકાવટ કરી હતી, જેમાં આરટીઓ ઇન્સપેક્ટર અને સિક્યુરિટી કર્મચારીને ઇજા થતાં સારવારમાં ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના મીરાનગરમાં રહેતા અને આરટીઓ કચેરીમાં મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હિતેષકુમાર વિનોદકુમાર પંડિત ગઈકાલે કચેરીએ હતા ત્યારે ભાવિન રમણીક કરથીયાએ ત્રણ અરજી ફોર્મ આપ્યા હતા. ફોર્મમાં આ શખ્સનું નામ ન હોવાથી હિતેષકુમારે અરજદારને બોલાવવા કહ્યું હતું. આથી ભાવિન કરથીયાએ ઉશ્કેરાઇ જઇ 'અહીં શુ થાય છે એ બધી મને ખબર છે' એમ કહી ખોટા આક્ષેપ કર્યા હતા. મદદનીશ સહાયક મોટર વાહન નિરીક્ષક હિતેષકુમારે ભાવિનને ઈન્ચાર્જ આરટીઓ આશિષકુમાર પંચાલ પાસે લઈ જતા તેણે ભાવિન કરથીયાને 'અરજદારને બોલાવી લાવો એટલે તમારૂ કામ થઈ જશે' એમ કહેતા ભાવિન કરથીયાએ ઉશ્કેરાઈ જઈ ઊંચા અવાજે બોલી ઈન્ચાર્જ આરટીઓનું કોમ્પ્યુટરનું  કી- બોર્ડ તોડી નાખ્યું હતું અને ઝપાઝપી કરી હતી. સિક્યુરીટી કર્મચારીને બોલાવતા ભાવિને ગાળો આપી ઝપાઝપી કરી ઈન્ચાર્જ આરટીઓને માર મારવા પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન મદદનીશ મોટર વાહન નિરીક્ષક હિતેષકુમાર અને સિક્યુરિટી કર્મચારી વચ્ચે પડતા તેને મૂઢ ઇજા થઇ હતી. આ અંગે જાણ કરાતા પોલીસે આરટીઓ કચેરીએ જઈ ભાવિન કરથીયાને પકડી લીધો હતો. આ અંગે ફરિયાદ થતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.