Get The App

RSSના માણસોના ઈશારે અન્યાય થઈ રહ્યો છે, OBC અનામત મુદ્દે કોંગ્રેસનો વિધાનસભામાંથી વોકઆઉટ

Updated: Sep 22nd, 2022

GS TEAM

Google News
Google News
RSSના માણસોના ઈશારે અન્યાય થઈ રહ્યો છે, OBC અનામત મુદ્દે કોંગ્રેસનો વિધાનસભામાંથી વોકઆઉટ 1 - image


અમદાવાદ,તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરુવાર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યમાં ઓબીસી જ્ઞાતિ પર સૌ કોઈ રાજકીય પક્ષોની નજર ગઈ છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાતમાં 52 ટકા જેટલી વસ્તી ધરાવતા ઓબીસી સમાજને રિઝવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. 

વિધાનસભાના ટૂંકા સત્રમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ એક નિવેદન આપતા કહ્યું કે, ગુજરાતની 52 ટકા વસ્તી ધરાવતો ઓબીસી સમાજ સાથે આ બીજેપીની સરકાર અન્યાય કરી રહી છે.

ગુજરાતની પ્રજાના પરસેવાના પૈસામાંથી રાજ્યનું બજેટ બને છે. તેમાંથી જ રાજ્યની જનતાના હિત માટે અનેક નિર્ણયો અને યોજનાઓ ઘડવાની હોય છે. 146 કરતા વધારે જ્ઞાતિઓનો સમૂહ ઓબીસી સમાજમાં થાય છે. બીજેપીના રાજમાં હાલમાં સૌથી વધારે અન્યાય ઓબીસી સમાજ સાથે જ થાય છે. 

ચાવડાએ આક્ષેપ લગાવ્યો કે 52 ટકા વસ્તીના અનુસંધાને 27 ટકા બેઠકો ઓબીસી સમાજને મળવી જોઈએ. ગોળવેલકરના RSSના અનુયાયીઓ અહિં સત્તાના સિંહાસન પર મદહોશ થઈ સતબેઠા છે. આ ભાજની તુચ્છ રાજનીતિ કરતી સરકારે સ્થાનિક સ્વરાજમાં જે 10 ટકા ઓબીસી અનામત હતી તે પણ રદ્દ કરી છે. સરકારના પેટનું પાણી નથી હલતું. આ સરકારમાં બેઠેલા RSS વિચારધારાવાળા લોકો અન્યાય કરી રહ્યાં છે. 

અમારા નેતાએ લેખિક અધ્યક્ષને પત્ર લખ્યો હતો, 30 મિનિટ ચર્ચાઓનો સમય આપો પરંતુ સરકારના ઈશારે અમારી ટીંગટોળી કરીને અમને બહાર કાઢવામાં આવ્યા છે. અમારી માંગણીઓ સાથે આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીશું તેવો પડકાર ચાવડાએ ફેંક્યો છે.

ચાવડાએ કહ્યું કે ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવી પડશે. દલિત સમાજ માટે બજેટ નથી ફાળવવામાં આવતું. જાતિ તેમણે માંગ કરી કે આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે.

ગુજરાતમાં જ્ઞાતિ વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ -14 ટકા,પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા,આદિવાસી-11 ટકા,મુસ્લિમ-9 છે. 

Tags :