Get The App

વટવા જીઆઇડીસી પોલીસે બે રીઢા ચોરને પકડી રૃા. ૧.૪૫ લાખના દાગીના અને મોબાઇલ કબજે કર્યા

સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓને પકડી પાડયા

આરોપીઓએ કુલ ૧૮ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News

અમદાવાદ, સોમવારવટવા જીઆઇડીસી પોલીસે બે રીઢા ચોરને પકડી રૃા. ૧.૪૫ લાખના દાગીના અને મોબાઇલ કબજે કર્યા 1 - image

વટવા જીઆઇડીસી પોલીસે મોબાઇલ અને ઘરફોડ ચોરી કરતા બે રિઢા ગુનેગારને પકડી પાડીને ચોરીના સોનાના દાગીના અને મોબાઇલ સહિત કુલ રૃા. ૧.૪૫ લાખની મતા કબજે કરીને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી  છે. પોલીસ તપાસમાં આરોપીઓએ કુલ ૧૮ ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

મોબાઇલ ચોરે ખોખરા, રામોલ નારોલ અમરાઇવાડી સહિતના વિસ્તારમાં ૧૪  ગુના આચરેલા ઃ ઘરફોડ ચોરે ઇસનપુર,નારોલ, ખોખરામાં ચોરીની કબૂલાત 

વટવા જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે  જશોદાનગરમાં રંગરાજ એપાર્ટમેન્ટ ઘરડા ઘર પાસે રહેતા સુનિલ મદનલાલ લખેરા (ઉ.વ.૪૬)ને રૃા. ૧.૨૭  લાખની કિંમતાના ચોરીના સોનાના દાગીના સાથે પકડી પાડયા હતા. આ બનાવ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.પરમારના જણાવ્યા મુજબ આરોપીએ ઇસનપુર અને નારોલ તથા ખોખરા વિસ્તારમાંથી ચાર ઘરમાંથી દાગીનાની ચોરી કરી હતી 

જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે  ખોખરા ભાઇપુરામાં પરશુરામની ચાલી છાપરામાં રહેતા વિશાલ ઉર્ફે કાળીયો ગોવિંદભાઇ પવારને રૃા. ૧૮ હજારના ચોરીના મોબાઇલ સાથે પકડી પાડયો હતો તેણે પણ મોબાઇલ ચોરે ખોખરા, રામોલ નારોલ અમરાઇવાડી સહિતના વિસ્તારમાં ૧૪ ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી.


Tags :