કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ
વિદેશ જવાની ઘેલછામાં લાખો રૃપિયા ગુમાવ્યા
નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાશ શરુ કરી
અમદાવાદ,રવિવાર
નડિયાદના વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરનારા વ્યક્તિને પંજાબ તેમજ હરિયાણાના એજન્ટ નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે મળ્યા હતા અને લોકોને કેનેડાના વિઝા તેમજ વર્ક પરમીટની લાલત આપીને રૃા. ૭૮ લાખ પડાવીને છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નવરંગપુરા પોલીસે ચાર એજન્ટ તથા આંગડિયા પેઢી કર્મચારી સહીત છ લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પંજાબ,હરિયાણાના એજન્ટોએ ચાર લોકો પાસેથી રૃપિયા પડાવ્યા ઃ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાશ શરુ કરી
વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરતા યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પંજાબના બલજીતસિંગ તથા જીન્દરસિંગ અને આકાશ મલીક તથા હરિયાણાના ગુરુગોવિંદસિંહ અને પટેલ જયંતિ અંબા કોર્પોરેનના વ્યકિત તથા બાપુનગરની એચ.રમેસ આંગડિયા પેઢીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલાં ફેસબુક મારફતે એક યુવતીનો સંપર્ક થયો હતો જેની સાથે વિઝા બાબતે દોઢ લાખનું ચેટિંગ થયું હતું ત્યારબાદ વોટ્સએપ માધ્યમથી બલજીત કોર નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો તેણે ફોનમાં કેનેડાના વિઝા કરવાની વાત કરીને માણસ કેનેડા પહોંચી જાય પછી પૈસા લઈએ તેમ કહ્યું હતું.
જીન્દ્રરસિંગ અને ફરિયાદી અમદાવાદના સીજી રોડ પર આવેલા સ્વસ્તિક ચાર રસ્તા પાસે ઓમ કોમ્પ્લેક્સ પાસે મળવા આવ્યા હતા તેણે લોકોને કેનેડા મોકલવા માટે મહિનો દુબઈ રહ્યા બાદ કેનેડા પહોંચાડવાની વાત કરી હતી. જેથી અમદાવાદમાં રહેતા ચાર લોકોને કેનેડા મોકલવા માટેની વાત કરી હતી અને સિક્યુરિટી પેટે પટેલ જયંતિ અંબા કોર્પોરેશન નામની આંગડિયા પેઢીમાં રૃા. ૪૦ લાખ જમા કરાવ્યા હતા ત્યારબાદ દુબઈ ખાતે મોકલી આપ્યા હતા અને એક મહિના બાદ પણ વિઝાનું કામ થયું ન હતું ટૂંક સમયમાં વિઝાનું કામ પુર્ણ કરી આપીશું કહીને બાપુનગરની એચ રમેશ આંગડિયા પેઢીમાં બાકીના ૩૮ લાખ રૃપિયા સિક્યુરિટી પેટે જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ કામ ન કરીને આરોપીઓએ મોબાઇલ બંધ કરી દીધા હતા. જેથી રૃપિયા પરત લેવા જતા નવરંગપુરાની આંગડીયા પેઢી બંધ થઇ ગઇ હતી અને બાપુનગરની પેઢીએ પંજાબના એજન્ટ આવશે પછી આપીશું કહીને રૃા. ૭૮લાખની ઠગાઇ કરી હતી.