સસ્તામાં ટ્રેલર અપાવાની લાલચ આપી રૃા. ૭.૭૫ લાખ પડાવ્યા

અમદાવાદ,બુધવાર
ઘોડાસરના વેપારીને સસ્તામાં ક્રેન તથા ટ્રેલર અપાવવાની વાત કરીને ઝારખંડના શખ્સે વેપારી પાસેથી રૃા. ૭.૭૫ લાખ પડાવ્યા બાદ ઠગાઇ કરી હતી. જેમાં ખાસ કરીને પ્રથમ સમયસર વાહનો મોકલીને વિશ્વાસ કેળવ્યા બાદ વેપારી પાસે રૃપિયા લઇ લીધા પછી બે વર્ષ સુધી બહાના બતાવીને છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દસ દિવસમાં ટ્રેલર આપવાની વાત કરી રૃપિયા મેળવીને ઝારખંડના શખ્સેબે વર્ષ પહેલા સુધી બહાના બતાવીને છેતરપિંડી કરી ઃ ઇસનપુર પોલીસમાં ફરિયાદ
ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ઘરેથી ક્રેન ભાડે આપવાનો વ્યવસાય કરતા આધેડે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઝારખંડના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૧૮માં આરોપી સાથે સંપર્ક થયો હતો અને તેઓએ ફાઇનાન્સ દ્વારા પાછા ખેચેલા વાહનો જૂનામાં સસ્તા ભાવે અપાવવાની વાત કરી હતી. જેને લઇને વેપારી તેમની સાથે વ્યવસાય શરુ કર્યો હતો.
જેને લઇને વેપારીએ ટ્રેલર પસંદ કરતાં આરોપીએ વેપારી પાસે ૨૦૨૩માં રૃપિયા રૃા. ૭.૭૫ લાખ પડાવ્યા બાદ ઠગાઇ કરી હતી. જેમાં ખાસ કરીને પ્રથમ સમયસર વાહનો મોકલીને વિશ્વાસ કેળવ્યા બાદ વેપારી પાસે રૃપિયા લઇ લીધા પછી બે વર્ષ સુધી બહાના બતાવીને છેતરપિંડી કરી હતી. આ ઘટના અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








