વડોદરા રેલ્વે સ્ટેશનની સામે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા પાછળ રૂ.7.36 કરોડનો ખર્ચ : 17% વધુ રકમ ચૂકવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા સયાજીગંજ ખાતે હયાત સીટી બસ સ્ટેશનવાળા ભાગમાં ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન બનાવવાના કામે ઈજારદાર એચ.કે.રામાણીનું અંદાજીત રકમ રૂ.6,29,40,458થી 17% વધુ મુજબના રૂ.7,36,40,336 (GST અલગ)ના ટકાવારી ભાવપત્રને મંજુરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
સયાજીગંજમાં આવેલ સયાજીગંજ સીટી બસ સ્ટેન્ડ ખાતે પીએમ ઈ-બસ સેવા ચાલુ કરાવવાના હેતુથી ઈ-ચાર્જીંગ સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરેલ છે. પ્લોટનો કુલ એરીયા અંદાજે 6859 ચો.મી છે. જેમાં પાર્ટ એરીયા 3849 ચો.મી.માં પીએમ ઇ-બસ માટે ચાર્જીંગ સ્ટેશન માટે તથા બાકીનો 3010 ચો.મી.માં બસ સ્ટેશન તરીકે ઉપયોગ થનાર છે. વર્કશોપ શેડ, અંડર ગ્રાઉન્ડ ટેંક, ઈલેક્ટ્રીક રૂમ, આર.સી.સી.રોડ, ડેકોરેટીવ શેડ સહિત રૂ.7,86,75,571 (18% GST 7% કન્ટીજન્સી સહ)ના અંદાજીત ખર્ચે બનાવવાનું આયોજન હાથ ધરેલ છે. જેમાં સીવીલ+ઇલેક્ટ્રીકલ+મીકેનીકલ તથા સાઇટ ડેવલોપમેન્ટની કામગીરીનો સમાવેશ કરેલ છે. નેટ અંદાજી રકમ રૂ.6,29,40,458 માટે ભાવપત્ર મંગાવતા ડોક્યુમેન્ટની ચકાસણી કરતા ત્રણ પૈકી બે ઈજારદાર ક્વોલીફાય થયા હતા. સૌથી ઓછા ભાવ ભરનાર ઇજારદાર એચ.કે.રામાનીનું અંદાજીત રકમથી ૧૭% વધુ મુજબ કામગીરી કરવા સંમતિ દર્શાવેલ છે. PM E-BUS સેવા અંતર્ગત ટૂંક સમયમાં ઇલેક્ટીક બસો આવવાની હોઇ કામની અગત્યતા તથા ઉપરોક્ત વિગતો જોતા ભાવપત્ર વ્યાજબી માની લેવામાં આવ્યું છે. અગાઉ આ કામે 2021-22ના SOR મુજબ છ વાર જાહેરાત તથા એક વાર ઓફર મંગાવી ભાવપત્ર મંગાવેલ હતા. કામનો ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ પેટે પાડવામાં આવશે.








