Get The App

બેંગ્લોરના વૃધ્ધ પાસેથી પણ ગેંગે રૃા.૫૦ લાખ પડાવ્યા

વધુ બે નામો ખુલ્યા, એક સામે લૂકઆઉટ નોટિસ ઇસ્યૂ કરાઇ

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
બેંગ્લોરના વૃધ્ધ પાસેથી પણ ગેંગે રૃા.૫૦ લાખ પડાવ્યા 1 - image

ડભોઇ તા.૨૬ કાયાવરોહણના ખેડૂતે ડિજિટલ એરેસ્ટની ધમકીથી ગભરાઇને આત્મહત્યાના બનાવમાં કંબોડિયાની ગેંગનું નામ ખૂલ્યું છે. આ ગેંગે બેંગ્લોરના એક વૃધ્ધને પણ ટાર્ગેટ બનાવી રૃપિયા ખંખેર્યા હોવાનું બહાર આવ્યું છે.

જિલ્લા પોલીસવડાએ જણાવ્યું  હતું કે કાયાવરોહણના ખેડૂતને જે મોબાઇલ પરથી ટોર્ચર કરાતો હતો તે મોબાઇલનો ઉપયોગ કરતી ગેંગ દ્વારા બેંગ્લોરના ૬૫ વર્ષના એક વૃધ્ધને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી તેઓની પાસેથી રૃા.૫૦ લાખ પડાવી લીધા હતાં. આ અંગે બેંગ્લોર પોલીસમાં તેની ફરિયાદ પણ થઇ છે.

તેમણે કહ્યું હતું કે ડભોઇના ગુનામાં તેમને સાક્ષી બનાવીશું. આ ગુનામાં હજી બે શખ્સોના પણ નામો ખૂલ્યા છે તેમજ અન્ય કોઇ સંડોવાયુ છે કે નહી તે અંગે તપાસ ચાલી રહી છે. એક શખ્સનું નામ ખૂલતા તેની સામે લૂકઆઉટ નોટિસ પણ ઇસ્યૂ કરવામાં આવી છે.