Get The App

રૂ. 5 લાખની સુથી આપી રૂ. 34 લાખનું મશીન બારોબાર વેંચી નાંખ્યું

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
રૂ. 5 લાખની સુથી આપી રૂ. 34 લાખનું મશીન બારોબાર વેંચી નાંખ્યું 1 - image

ગાંધીનગરનાં મોટા ચિલોડાનાં શખ્સ સહિત 2 સામે ગુનો : સુથી પેટેનાં રૂ. 7.51 લાખમાંથી પણ માત્ર રૂ. 5 લાખ આપી મશીન લઇ ગયા હતાં

રાજકોટ, : જમીન ખોદવાનું મશીન ખરીદવાના નામે છેતરપિંડી કરવા અંગે ગાંધીનગરનાં મોટા ચિલોડા ગામનાં ધ્રુવ રમેશ પટેલ અને ગઢવીભાઇ વિરૂદ્ધ આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેનાં આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

ગોંડલનાં મોટા દડવા ગામે રહેતા જયેશભાઇ જાદવ (ઉ.વ. 48)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તે મહીપત ગોગરા અને નિશાંતસિંહ ચૌહાણ સાથે ભાગીદારીમાં વાહન લે-વેચનું કામ કરે છે. સાથોસાથ ખેતી પણ કરે છે. તેણે અને તેના બંને ભાગીદારોએ જમીન ખોદવાનું મશીન ખરીદવાનું નક્કી કર્યું હતું. ગત નવેમ્બર માસમાં રાજસ્થાનથી રૂ. 34 લાખમાં આ મશીન ખરીદ કર્યું હતું. 

ત્યારબાદ મશીન વેંચવાનું નક્કી કરી ફેસબુકમાં ફોટા નાખતા બંને આરોપીઓએ સંપર્ક કર્યો હતો. તે વખતે બંને આરોપીઓએ સુથી પેટે રૂ. 7.51 લાખ આપવાનું અને બાકીના રૂ. 27 લાખ 40 દિવસમાં ચુકવી દેવાનું કહેતાં તે મુજબનાં કરાર કર્યા હતા. જોકે આરોપીએ સુથી પેટે માત્ર રૂ. 5 લાખ જ આપ્યા હતા. બાકીના રૂ. 2.51 લાખ થોડા દિવસમાં આપવાની વાત કરી હતી.  પરંતુ આપ્યા ન હતા અને વાયદાઓ કરી સમય પસાર કરતા રહ્યા હતા. આખરે આરોપીઓને પૈસા ના હોય તો મશીન પાછી આપી દેવાનું કહ્યું હતું. જેની સાથે આરોપીઓ સહમત થઇ ગયા હતા. 

આ પછી તપાસ કરતાં આરોપીઓએ તેની જાણ બહાર મહારાષ્ટ્રમાં ગણેશ નામના વ્યક્તિને મશીન વેંચી દીધાની જાણ થઇ હતી. જેથી આરોપીઓને અવાનનવાર કોલ કરી પૈસા અગર તો મશીનની માગણી કરતા હતા. પરંતુ આજ સુધી આરોપીઓએ પૈસા કે મશીન નહીં આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.