Gujarat

ડીપ રીચાર્જ બાય રેઈન વોટરની કામગીરી માટે વડોદરાના ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં રૂ.પાંચ કરોડના ખર્ચની મર્યાદા વધારશે

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરનાં વિસ્તારમાં ડીપ રીચાર્જ બાય રેઈન વોટરની (એમપેનલમેન્ટ) કામગીરી અર્થે ઇજારદારનાં ઝોન દીઠ નેટ અંદાજ રૂ.10 કરોડ (પ્રત્યેક ઝોન દીઠ 2.5 કરોડ)થી 4.41.% વધુ રૂ.10,44,10,000 મુજબના યુનિટ રેટ ધોરણના રૂ.10,44,10,000ની નાણાકીય મર્યાદાના મંજુર થયેલ વાર્ષિક ઇજારા પેટે ઉત્તર અને પશ્ચિમ ઝોન દીઠ રૂપિયા અઢી કરોડની નાણાકીય મર્યાદામાં વધારો કરવાની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડીપ રીચાર્જ બાય રેઈન વોટરની કામગીરી માટે વડોદરાના ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં રૂ.પાંચ કરોડના ખર્ચની મર્યાદા વધારશે

Vadodara Corporation : વડોદરા શહેરનાં વિસ્તારમાં ડીપ રીચાર્જ બાય રેઈન વોટરની (એમપેનલમેન્ટ) કામગીરી અર્થે ઇજારદારનાં ઝોન દીઠ નેટ અંદાજ રૂ.10 કરોડ (પ્રત્યેક ઝોન દીઠ 2.5 કરોડ)થી 4.41.% વધુ રૂ.10,44,10,000 મુજબના યુનિટ રેટ ધોરણના રૂ.10,44,10,000ની નાણાકીય મર્યાદાના મંજુર થયેલ વાર્ષિક ઇજારા પેટે ઉત્તર અને પશ્ચિમ ઝોન દીઠ રૂપિયા અઢી કરોડની નાણાકીય મર્યાદામાં વધારો કરવાની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

 શહેરના વિસ્તારમાં ભૂગર્ભ જળને રીચાર્જ કરવા અને જળ સ્તર ઊંચું લાવવા ડીપ રીચાર્જ બાય રેઈન વોટરની (એમપેનલમેન્ટ) કામગીરી અંતર્ગત રૂ.10 કરોડ (પ્રત્યેક ઝોન દીઠ 2.5 કરોડ)ની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવા માટેના કામે યુનિટ રેટ મુજબના અંદાજથી 4.41.% વધુ મુજબના ભાવપત્રને સ્થાયી સમિતિ ઠરાવથી મંજુરી મળેલ છે. જે અંતર્ગત ઇજારદાર મે. H.P.Gopani તથા અન્ય 5 ઈજારદારને એમપેનલમેન્ટ અંતર્ગત રૂ.10,44,10,000 (પ્રત્યેક ઝોન દીઠ 2.5 કરોડ)ની નાણાંકીય મર્યાદા માટે વર્કઓર્ડર આપેલ છે. જેની સમય મર્યાદા તા.24-01-2026ના રોજ પૂર્ણ થનાર છે. જે અન્વયે કા.ઇ. ઉત્તર અને પશ્ચિમ ઝોન ધ્વારા ફ્યુચરીસ્ટિક પ્લાનીંગ સેલના પત્રથી ઈજારા પેટે વધારાની નાણાકીય મર્યાદાની જરૂરીયાત હોઈ, બંને ઝોનના ઈજારામાં રૂ.2.50 કરોડની નાણાકીય મર્યાદા વધારવા અંગે કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે. મૂળ મંજુર ટેન્ડર અને ભાવો પ્રમાણે વાર્ષિક ઈજારામાં ઝોન દીઠ રૂ.2.50 કરોડના વધારાના કામો કરવા માટે ઈજારદાર મે.H.P.Gopani દ્વારા ફ્યુચરીસ્ટિક પ્લાનીંગ સેલને સંમંતિ પત્ર આપેલ છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં ડીપ રીચાર્જ બાય રેઈન વોટરની કામગીરીની કાર્યવાહી હાથ ધરી શકાય તે હેતુથી પ્રવર્તમાન વાર્ષિક ઇજારાની નાણાકીય મર્યાદામાં ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં રૂ.2.50 કરોડનો વધારો કરવો જરૂરી જણાય છે. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.