ગત ફેબુ્રઆરી મહિનાથી મકાન બંધ હતું
પપ ઈંચનું એલઈડી પણ ચોર લઈ ગયા, ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી
ફરિયાદમાં રમેશલાલે જણાવ્યું છે કે નાનાભાઈ જયેશભાઈના પુત્ર વિશાલના લગ્નમાં હાજરી આપવા માટે ગઈ તા.૮ જાન્યુઆરીના રોજ પરિવાર સાથે રાજકોટ આવી પોતાના મકાનમાં રોકાયા હતા. લગ્નપ્રસંગ પુરો થયા બાદ તા. ર૬ ફેબુ્રઆરીએ મકાનને લોક કરી યુએઈ પરત જતા રહ્યા હતા. ગઈ તા.૯ના રોજ સાઢુભાઈ જગદિશ પાણખાણિયાએ કોલ કરી જણાવ્યું કે હું તમારા મકાનમાં ત્રણ-ચાર દિવસે આંટો મારવા જાઉ છું. ગઈ તા.૪નાં રોજ સાંજે મકાને ગયો ત્યારે મેઈન ડોરનું અને સેફટી ડોરનું તાળું તુટેલું હતું. અંદર જોતા સામાન અસ્તવ્યસ્ત હતો.
હોલમાં રાખેલું પપ ઈંચનું એલઈડી પણ ગાયબ હતું. જેથી ચોરી થયાનું જણાય છે. પરિણામે આજે સવારે યુએઈથી રાજકોટ આવી ઘરમાં તપાસ કરતાં એલઈડી ગાયબ મળ્યું હતું. બીજા માળે સ્થિત બેડરૂમના દરવાજાના કાચ અને લોક તુટેલો જોવા મળ્યો હતો. બેડરૂમમાં રહેલી તિજોરીમાં લોકર અને તેની ચાવી રાખી હતી. જે ચાવીની મદદથી તિજોરીમાં રાખેલા સોનાના ૧-૧ ગ્રામના ૧૪ બિસ્કિટ અને રોકડા રૂા.૪.૭પ લાખ ગાયબ હતા.
જેને કારણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતાં તેનો સ્ટાફ ડોગ સ્કવોડ લઈ સ્થળ પર પહોંચ્યો હતો. જયાં ચોરી થઈ તે મકાનમાં સીસીટીવી કેમેરા નથી. આ સ્થિતિમાં આસપાસના મકાનોના સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.


