સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા

બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
દિવાળીના પર્વ અગાઉ અંકલેશ્વરથી પરિવાર દર્શન કરવા આવ્યો હતો
ભાવનગર: સાળંગપુર મંદિરમાં ધનતેરસના દિવસે દર્શન કરવા આવેલા પરિવારની મહિલાના પર્સમાંથી રોકડા રૂ.૪.૫૦ લાખની ચોરી થઈ છે. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા જયેશભાઈ રમેશભાઈ પાનસુરિયા તેમના પત્નિ અને દિકરી સાથે ગત તા.૧૮-૧૦ના રોજ વહેલી સવારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. દિવાળીનું પર્વ હોય મંદિરમાં ભીડ હતી. તેઓ મંદિરમાં દર્શનની લાઈનમાં ઉભા હતા, આ દરમિયાન મંદિરની અંદર તેમના પત્નિના પર્સમાં રાખેલા રૂ. પાંચ લાખમાંથી રૂ.૪.૫૦ લાખ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


