Gujarat

ઇસનપુરમાં મંદિરમાં રૃા.૧.૭૯ લાખ, શાહપુર મકાનમાંથી રૃા. ૧.૭૦ લાખના દાગીના ચોરાયા

By GS TEAM
8 Jul 20252 mins read
ઇસનપુરમાં મંદિરમાં રૃા.૧.૭૯ લાખ, શાહપુર મકાનમાંથી રૃા. ૧.૭૦ લાખના દાગીના ચોરાયા

અમદાવાદ, મંગળવાર

ઇસનપુરમાં મંદિરમાં અને શાહપુરમાં પાંચ માળે મકાનમાં પ્રવેશીને ચોરી કરી હતી. જેમાં ખાસ કરીને  ઇસનપુરમાં  વારાહી માતાજીના મંદિરમાંથી પ્રવેશીને દાનપેટી અને ગર્ભગૃહમાંથી રૃા. ૧.૭૯ લાખની મતાની ચોરી કરી હતી તેમજ શાહપુરમાં મકાનમાં પ્રવેશીને તિજોરી તોડીને રૃા.૧.૭૦ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે શાહપુર અને ઇસનપુર પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

શાહપુરમાં પાંચમા માળે મકાનમાં પ્રેવેશી તિજોરી તોડી રોકડા રૃા. ૭૦૦૦ સહિત દાગીનાની ચોરી કરી ઃ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરુકરી

ઇસનપુર ગામમાં  રહેતા મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા આધેડે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ઇસનપુર બસ સ્ટેન્ડ પાસે આવેલા વારાહી માતાના મંદિરમાં તા. ૭ના રોજ પુજારીએ ચોરીની જાણ કરી હતી. મંદિરમાં દાનપેટી અને ગર્ભગૃહના દરવાજાનું લોક તોડીને ચોરી થયેલી છે. જેથી તઓ ત્યાં પહોચ્યા હતા. જોયું તો મંંદિરમાં માતાજીની પાવડી, ચાંદીના છત્ર, દાનપેટી સહિત કુલ રૃા. ૧.૭૯ લાખની મતાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. મંદિરના સીસીટીવી ચેક કરતા બે અજાણ્યા માણસો મંદિરમાં પ્રવેશીને દાનપેટી અને લોક તોડીને ચોરી કરતા નજરે પડયા હતા. 

બીજા બનાવમાં શાહપુરમાં  અલાહેમદ ફ્લેટમાં પાંચમા માળે રહેતા અને ફ્રીજ રિપેરિંગ કરતા મોહંમદ મોહસીનભાઇ અબ્દુલ કાદર મારુ (ઉ.વ.૪૧)એ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૭ના રોજ સાંજે સાડા પાંચ વાગે તેઓ દુકાને ગયા હતા અને તેમની પરિવારજનો પણ બહાર ગયા હતા રાતે ૧૨.૩૦ વાગે પરત આવ્યા હતા અને ઘરે જઇને જોયું તો તિજોરી તૂટેલી હતી જેમાંથી રોકડા રૃા. ૭૦૦૦ અને દાગીના સહિત કુલ રૃા. ૧.૬૯,૫૦૦ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.