Gujarat

આણંદમાં 315 સ્થળોએ મચ્છર ઉત્પત્તિ જણાતા રૂા. 2.07 લાખ દંડ

By GS TEAM
26 Jun 20251 min read
આણંદમાં 315 સ્થળોએ મચ્છર ઉત્પત્તિ જણાતા રૂા. 2.07 લાખ દંડ

- મનપાના આરોગ્ય, મેલેરિયા વિભાગ દ્વારા

- મહિના દરમિયાન 220 દુકાનો, 20 હોટેલો, 30 નવી બંધાતી ઈમારત સહિતને નોટિસ

આણંદ : આણંદ મનપાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા દુકાનો, હોટેલો, નવી બંધાતી ઈમારતો વગેરે જેવી ૩૧૫ સ્થળોએ મચ્છર જન્ય ઉત્પત્તિ જોવા મળતા એક મહિનામાં રૂા. બે લાખ ઉપરાંતનો દંડ વસૂલાયો હતો. 

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૫ હજારથી વધુ ઘરોનો સર્વે કરીને પોરાનાસક તથા  એન્ટિલારવા કામગીરી તથા આરોગ્ય શિક્ષણ આપીને નગરજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ૨૨૦ જેટલા નાના મોટા દુકાનદારો, ૨૦ જેટલી હોટેલો, ૩૦ જેટલી નવી બંધાતી ઇમારતો, ફ્લેટો તથા સોસાયટીઓ અને ટાયર પંકચરવાળાઓ તથા ૪૫ જેટલા ખુલ્લામાં મુકી રાખતા ભંગારવાડાઓ તથા સ્કૂલ, કોલેજ, બિલ્ડીંગના ધાબા પર અને આજુબાજુમાં મચ્છર ઉત્પતી સ્થળ જોવા મળતા નોટિસ પાઠવીને દંડ વસુલ કરવામાં આવ્યો છે. એપ્રિલથી જૂન માસ દરમિયાન કાર્યવાહી કરીને કુલ ૨,૦૬,૭૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.