Get The App

રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા 1 - image


- બોરસદના વહેરા ગામે કુટણખાનું ઝડપાયું

- લિવઈનમાં રહેતું કપલ રેકેટ ચલાવતું હતું : 3 યુવતીઓ અને 3 યુવકો કઢંગી હાલતમાં ઝડપાયા

આણંદ : બોરસદના વહેરામાંથી લિવઈનમાં રહેતા કપલ દ્વારા ચલાવાતું કુટણખાનું ઝડપાયું હતું. ત્રણ યુવકો સાથે ત્રણ રૂપલલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. દલાલ દ્વારા ગ્રાહક દીઠ ૧૨૦૦થી ૧૫૦૦ વસૂલી યુવતીઓને ૫૦૦ ચૂકવાતા હોવાનું ખૂલ્યું છે. 

બોરસદ તાલુકાના વહેરા ગામની સીમ વિસ્તારમાં આવેલી સાયોના રેસીડેન્સી પાછળની આદિત્ય હેરિટેજ સોસાયટીના મકાન નં.-૧માં બહારથી યુવતીઓ બોલાવીને દેહ વ્યાપારનો ધંધો ચલાવવાનું રેકેટ આણંદ એસઓજી પોલીસે ઝડપી પાડયું હતું. નીચેના રૂમમાંથી કેતુલ ઉર્ફે ખાટી રસિકભાઈ વાળંદ (રહે. બોરસદ ધરતી પાર્ક સોસાયટી) અને મંજુબેન સુભાષભાઈ પટેલ (રહે. બોરસદ આદિત્ય હેરિટેજ) પકડાયા હતા. ત્રણ રૂમમાંથી ત્રણ રૂપલલનાઓ અને ત્રણ યુવકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં મકાનમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂમોમાંથી કોન્ડોમના ૨૪૮ ખાલી પેકેટ મળી આવ્યા હતા. પોલીસે મહિલા અને દલાલની અટકાયત કરી મોબાઈલ, રોકડ ૧૫ હજાર સહિત રૂા. ૪૪,૪૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કેતુલ ઉર્ફે ખાટી વાળંદ અને મંજુ પટેલ લિવ ઈન માં રહેતા હોવાનું અને આ મકાન મંજુબેન નું હોવાનું જાણવા મળ્યું હતું. કેતુલ ઉર્ફે ખાટી બહારથી યુવતીઓ ભાડે લાવતો અને મંજુબેન મકાનમાં રાખી રહેવા જમવાની વ્યવસ્થા કરી આપતા હતા. ગ્રાહક દીઠ ૧૨૦૦થી ૧૫૦૦ વસૂલી યુવતીઓને ૫૦૦ ચૂકવતા હતા. ત્રણ ચાર દિવસ પહેલા જ આ ત્રણેય રૂપલલનાઓને લવાઈ હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું.

બોરસદ શહેર પોલીસ ઊંઘતી રહી, એસઓજીએ રેકેટ ઝડપ્યું

બોરસદ તાલુકાના વહેરા ગામની આદિત્ય હેરિટેજ ખાતે છેલ્લા ઘણા સમયથી કુટણખાનું ચાલતું હોવાની સ્થાનિકો દ્વારા પોલીસને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ, પોલીસ દ્વારા કોઈ કારણોસર આ મામલે આંખ આડા કાન કર્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી એસઓજીએ દેહ વ્યાપારનું રેકેટ પકડયું હતું. ત્યારે બોરસદ પોલીસને હપ્તો પહોંચતો હોવાથી કાર્યવાહી નહીં કરી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.


Tags :