વડોદરાના દંતેશ્વરમાં રહેતા આસિસ્ટન્ટ પ્રોફેસરના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી
Vadodara Theft Case : વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ બ્લીસમાં રહેતા હર્ષવર્ધન હિતેન્દ્ર કુમાર પંડ્યા ગોરવા ખાતેની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને તેમના પત્ની એક ખાનગી યુનિવર્સિટીમા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત તા.13મી તારીખે સવારે 9:30 વાગે દંપતિ મકાન અને તાળું મારીને નોકરી પર ગયું હતું. સાંજે 5:00 વાગે તેમના પત્ની નોકરી પરથી પરત આવ્યા ત્યારે જોયું તો બાથરૂમના ગ્લાસ કોઈએ કાઢી નાખ્યા હતા.
જેથી ચોરીની શંકા જતા ઘરમાં જઈને તપાસ કરતા ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. ચોર ટોળકી તેમના ઘરમાંથી સોનાના પાંચ તોલાના દાગીના તેમજ ચાંદીની માછલી તથા રોકડા મળી રૂ.1.97 લાખની મતા ચોરી ગઈ હતી. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.