Gujarat

માણસાની શ્રીજી વિલા સોસાયટીમાં બે મકાનમાંથી ૧.૯૦ લાખની ચોરી

By GS TEAM
20 Sep 20252 mins read
માણસાની શ્રીજી વિલા સોસાયટીમાં બે મકાનમાંથી ૧.૯૦ લાખની ચોરી

પરિવાર સાથે વતન ગયા હતા ત્યારે બીજા દિવસે તાળું તુટયાની પડોશી દ્વારા ફોન પર જાણ કરાઇ

માણસા :  માણસા શહેરમાં ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીજી વિલા સોસાયટીમાં રાત્રિના સમયે બે બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ મળી કુલ ૧,૯૦,૦૦૦ રૃપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે મકાન માલિકે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા શહેરમાં ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા રોહિતભાઈ સેંધાભાઈ ચૌધરી ગત ગુરુવારે સવારે પરિવાર સાથે તેમના વતન ઈશ્વરપુરા ગામે ગયા હતા અને બીજા દિવસે સવારે તેમના પડોશીનો ફોન આવ્યો હતો કે તેમના મકાનનું તાળું તૂટેલું છે જેથી તેઓ તાત્કાલિક માણસા દોડી આવ્યા હતા અને ઘરે આવી જોતા તેમના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું તેમજ અંદર ના રૃમના દરવાજાના તાળા તોડી તે રૃમમાં મુકેલ લાકડાના કબાટમાંથી તસ્કરો ૧,૬૦,૦૦૦ રૃપિયાની કિંમતની સોનાની ચાર બુટ્ટી તેમજ ૧૫ હજાર રૃપિયાની રોકડની ચોરી કરી બાજુમાં રહેતા ચિંકલભાઈ મુકેશભાઈ પટેલના મકાનનું પણ તસ્કરોએ તાળું તોડી ત્યાંથી ૧૫ હજાર રૃપિયા રોકડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે રોહિતભાઈ ચૌધરીએ સોનાના દાગીના અને રોકડ મળી કુલ એક લાખ નેવું હજારની ચોરી કરી ભાગી છુટનાર અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.