Gujarat

વડોદરામાં ત્રણ બ્રિજ ખાતે મરામતની કામગીરી પાછળ રૂ.1.73 કરોડનો ખર્ચ

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરામાં પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ શહેરમાં આવેલ વિવિધ બ્રિજની મજબૂતાઈ ચકાસવા તથા જરૂર લાગે ત્યાં મેન્ટેનન્સની કામગીરી કરવા પાલિકાએ કામગીરી હાથ કરી હતી. જે અંતર્ગત સર્વે કરાયા બાદ વિવિધ બ્રિજ પર તથા તેની આજુબાજુ જરૂરી મરામતની કામગીરી કરવામાં આવી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ત્રણ બ્રિજ ખાતે મરામતની કામગીરી પાછળ રૂ.1.73 કરોડનો ખર્ચ

Vadodara Corporation : વડોદરામાં પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ શહેરમાં આવેલ વિવિધ બ્રિજની મજબૂતાઈ ચકાસવા તથા જરૂર લાગે ત્યાં મેન્ટેનન્સની કામગીરી કરવા પાલિકાએ કામગીરી હાથ કરી હતી. જે અંતર્ગત સર્વે કરાયા બાદ વિવિધ બ્રિજ પર તથા તેની આજુબાજુ જરૂરી મરામતની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકી ત્રણ બ્રિજ પાસે થયેલ મરામતની કામગીરીનો કુલ રૂપિયા 1.73 કરોડનો ખર્ચ ઇજારદારોએ રજૂ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયા વિના થયેલી કામગીરી બાબતે સ્થાયી સમિતિને જાણ કરવામાં આવી છે.

વડોદરા શહેર નજીક પાદરાના મુજપુર પાસે ગત દિવસોમાં ગંભીરા ગામ પાસે ધમધમતો બ્રિજ અજાનક ધરાશાયી થયો હતો જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યભરના તમામ બ્રિજની ચકાસણી કરવાના આદેશ આપ્યા હતા. આ સાથે જરૂર જણાય ત્યાં મરામત તથા તેને અનુસંધિત કામગીરી કરવાની પણ સુચના અપાઈ હતી. જેના આધારે વડોદરા કોર્પોરેશનને પણ પાલિકા હદમાં આવેલ અંદાજે 24 જેટલા બ્રિજની ચકાસણી હાથ ધરી હતી જેમાં કમાટીબાગ સહિત ત્રણ જગ્યાએ આવેલા બ્રિજ અત્યંત જળચરિત જણાતા એને બંધ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય એકવીસ બ્રિજ માટે જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના અલગ અલગ બ્રિજ પર પાલિકા તંત્રએ મરામતની કામગીરી કરી હતી. જેમાં રિવર ઓવર બ્રિજ પાસે ના બ્રિજ નજીક તેની મજબૂતાઈ વધારવા રૂપિયા 32.60 લાખ કાલાઘોડા બ્રિજ માટે રૂપિયા 95.42 લાખ અને આરાધના રિવર ઓવરબ્રિજ પાસે અંદાજે રૂપિયા 45 લાખ મળી કુલ રૂપિયા 1.73 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ફેલ કામગીરી અંગે ઈજારદારોએ પોતાના બિલો રજૂ કર્યા છે. બ્રીજના સ્ટ્રકચરના રીપેરીંગને લગત ગનાઈટીંગ/ ગ્રાઉટીંગ, એપોક્ષી પેઇન્ટ વિગેરે જેવી આનુસંગિક કામગીરી કોઈપણ જાતની પ્રત્યાવાહી વહીવટી પ્રક્રિયાનો જાહેરાત, ટેન્ડર પ્રક્રિયા તેમજ 2% અને 3% કપાત તેમજ કરાર કરવાનો બાદ રાખી જીપીએમસી એકટની કલમ 67/3/સી હેઠળ ઇજારદારો પાસે કરાવેલ કામગીરીના થયેલ રકમના ખર્ચની હકીકત કમિશ્નર તરફથી સ્થાયી સમિતિને જાણ કરવામાં આવી છે.