સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા
લગ્ન કરવા યુ.કેથી આવ્યો ને ફસાયો, રૃપિયા આપવાની ના પાડી તો ન્યુંડ વિડિયો મોકલ્યો
વિધવા નર્સને ઓનલાઇન પતિ શોધવાનું ભારે પડયું,
અમદાવાદ, મંગળવાર
દરિયાપુરમાં રહેતી વિધવા નર્સને સોશિયલ મિડિયા ઉપર પતિ શોધવાનું ભારે પડયું હતું. જેમાં ફેસબુક પેજ પર મહિલાએ યુ.કેના યુવકનો સંપર્ક કરતા શખ્સે પોતે યુ.કેમાં ડોકટર હોવાનું કહીને મિત્રતા કર્યા બાદ પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી અને ન્યૂ઼ડ વિડિયો કોલ રેકોર્ડ કર્યો હતો. લગ્ન માટે ભારત આવવાની વાત કરીને મહિલાને મુંબઇ એરપોર્ટ ઉપર ઇન્સ્પેકટરના હોવાનું કહીને ધમકી આપી અને બ્લેકમેલ કરીને બહાના બતાવીને કુલ રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા હતા. મહિલાએ રૃપિયા આપવાની ના પાડતા આરોપીએ મહિલાના સગા મિત્રોને ન્યૂડ વિડિયો વાઇરલ કરી બદનામ કરવા પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે બે લોકો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઇથી ઇન્સ્પેકટર બોલું છું યુ.કેથી આવેલા સુનિલને પકડયો આવેલા કહી શખ્સે ન્યૂડ વિડીયો કોલ કરીને બ્લેકમેલ કરીને રૃપિયાની માંગણી ઃ દરીયાપુર પોલીસમાં ફરિયાદ
દરિયાપુરમાં રહેતી અને ખાનગી ક્લીનીકમાં નર્સ તરીકે નોકરી કરતી ૪૦ વર્ષની વિધવાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ પહેલા મહિલાના પતિને મોત થયું હતું ત્યારબાદ પરિવારજનોના કહેવાથી મહિલા બીજા લગ્ન કરવા પતિની શોધમાં હતી. દરમિયાન ફેસબુક પેજ પર એક યુવકનો ઓડિયો સાંભળ્યો હતો તેમાં તે યુ.કેમાં ડોકટર હોવાનું અને જેને પોતાના ભાઇ, પતિ અને પુત્ર બનાવવો હોય તે સંપર્ક કરે તેમ જણાવતો હતો. જેથી મહિલાએ તેના પર ક્લિક કરતા સુનિલ નામના શખ્સ સાથે વાત થઇ હતી. બાદમાં મહિલા અને આરોપીને વોટ્સએપ નંબર માંગીને વાતો કરી હતી.
જેમાં મહિલાએ તેને ભાઇ બનાવવાનું કહેતા સુનિલે તારો સ્વભાવ સારો છે માટે મારે તારી સાથે લગ્ન કરવા છે કહેતા બન્ને વચ્ચે મિત્રતા થતાં નવ દિવસ પહેલા મહિલા ઘરે હતી તે સમયે આરોપીએ વિડિયો કોલ કર્યો હતો પરંતુ મહિલાને આરોપીનો ચેહેરો દેખાતો ન હોવાથી આરોપીએ લગ્ન કરવાના છે કહીને ન્યૂડ વિડિયો કોલ કરાવ્યો હતો. અને ભારત આવવાનો હોવાની વાત કરી હતી અને બીજા દિવસે મુંબઇ એરપોર્ટ પર ઇન્સ્પેકટર અજયના નામે ફોન કરીને તેને રોક્યો છે કહીને ઇમોશનલ બ્લેકમેલ કરીને પરમીટની પેનલ્ટી, ફોરેન કરન્સી, બિઝનેસ કાર્ડ, ડોક્યુમેન્ટ તૈયાર કરવા બાબતે કુલ રૃા.૧.૬૦ લાખ પડાવ્યા હતા. મહિલાને ઠગાઇની જાણ થતાં બીજા રૃપિયા આપવાની ના પાડતાં આરોપીએ મહિલાનો ન્યૂડ વિડિયો મોકલીને બ્લેકમેલ કરીને વધુ રૃપિયાની માંગણી કરી હતી જો કે મહિલાએ રૃપિયા ના મોકલતા તેનો વિડિયો સગા-સંબંધી અને મિત્રોને મોકલીને બનામ કરવા પ્રયસ કર્યો હતો.