Gujarat
વડોદરા: ઓએનજીસીના નિવૃત્ત અધિકારીના ઘરમાંથી દોઢ લાખની ચોરી
By GS TEAM
4 Jan 20261 min read
સુષેન તરસાલી રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા એસી વરસમાં જગદીશસિંહ જ્ઞાન સિંગ સૈનિ ગત 11મી ઓક્ટોબરે મકાનને લોક મારી પત્ની સાથે દિલ્હી રહેતા દીકરાને ત્યાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા, ત્યારબાદ તેઓને પેન્શન માટે ઓએનજીસી માં હયાતીનું ફોર્મ ભરવાનું હોવાથી એકલા 22 ડિસેમ્બરે વડોદરા તેમના ઘરે આવ્યા હતા તેમને જોયું તો બારીના સળિયા તૂટેલા હતા લોક ખોલીને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

સુષેન તરસાલી રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતા એસી વરસમાં જગદીશસિંહ જ્ઞાન સિંગ સૈનિ ગત 11મી ઓક્ટોબરે મકાનને લોક મારી પત્ની સાથે દિલ્હી રહેતા દીકરાને ત્યાં ગયા હતા અને ત્યાં રોકાયા હતા, ત્યારબાદ તેઓને પેન્શન માટે ઓએનજીસી માં હયાતીનું ફોર્મ ભરવાનું હોવાથી એકલા 22 ડિસેમ્બરે વડોદરા તેમના ઘરે આવ્યા હતા તેમને જોયું તો બારીના સળિયા તૂટેલા હતા લોક ખોલીને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં હતો. ચોર ટોળકી સોનાનો 2.7 તોલા વજનના દાગીના, 1 હજાર ડોલર તથા રોકડા 5,000 મળી કુલ 1.49 લાખની મત્તા ચોરી ગઈ હતી.