Get The App

પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી

સુરતના વેપારી લગ્ન પ્રસંગે આવ્યા હતા : કારનો કાચ તોડીને ચોર બેગ લઇ ગયો

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
પાર્ટી પ્લોટની બહાર  પાર્ક કરેલી કારમાંથી ૧.૩૨ લાખની ચોરી 1 - image

 વડોદરા,વડોદરા લગ્ન પ્રસંગે આવેલા સુરતના વેપારીની કારમાંથી ચોર લેપટોપ અને રોકડા ભરેલી બેગ ચોરી ગયો હતો. જે અંગે હરણી પોલીસે તપાસ  હાથ ધરી છે.

સુરત  અઠવા લાઇન્સ શ્રી દર્શન સોસાયટીમાં રહેતા ફર્નિચરના વેપારી આલોક હસમુખભાઇ જયસ્વાલ અને તેમના પત્ની ગઇકાલે સંબંધીની દીકરીના લગ્નમાં વડોદરા હરણી વિસ્તારના બાલાજી પાર્ટી પ્લોટમાં આવ્યા હતા. પાર્ટી પ્લોટની બહાર કાર પાર્ક કરીને લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તેમની કારનો કાચ તોડીને ચોર તેમાંથી બેગ ચોરી ગયો હતો. જે બેગમાં લેપટોપ, ઘડિયાળ, ચશ્મા તથા રોકડા ૫૦ હજાર ચોરી ગયો હતો. લગ્નમાંથી બહાર આવ્યા ત્યારે ચોરીની જાણ થઇ હતી. કુલ ૧.૩૨ લાખની મતાની ચોરી અંગે તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.