છેલ્લા એક મહિનામાં પશ્વિમ રેલવે વડોદરા વિભાગના રેલવે પ્રોટેક્શન ફોર્સ (આર.પી.એફ.) દ્વારા ઓપરેશન અમાનત અંતર્ગત રૂ.૧૨ લાખની કિંમત ધરાવતા મુસાફરોના ગુમ થયેલા સામાનના કુલ ૮૩ નંગ શોધી કાઢી મૂળ માલિકોને પરત કરાયા હતા. જ્યારે ઓપરેશન દુસરા અંતર્ગત ૧૧૮૪ બિન અધિકૃત ફેરિયાઓને ઝડપી પાડી રેલવે અધિનિયમ હેઠળ એમનો સામાન કબજે લઈ એક્સેસ ફેયર ટિકિટ (ઈ.એફ.ટી)ના ભાગરુપે દંડની વસૂલાત કરવામાં આવી છે.


