Get The App

કુંભારીયા ગામ ખાડી બ્રિજ પાસે TRB જવાન પર સળિયાથી હુમલો

જવાનને અંગુઠામાં 7 ટાંકા લેવા પડયા

ખાડી બ્રિજ પાસે ભારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ છતા નીકળેલા કન્ટેઇનરને અટકાવાતા માથાકૂટ કરી

Updated: Jul 15th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, તા-15 જુલાઇ 2020 બુધવાર


સુરતના કુંભારીયા ગામ ખાડી બ્રીજ પાસે આજે સવારે ભારે વાહન પ્રવેશવા ઉપર પ્રતિબંધ હોવા છતાં નીકળેલા કન્ટેનરને રોકી ટ્રાફિક પોલીસે દસ્તાવેજો માંગી માસ્ક કેમ પહેર્યું નથી ? પુછતા હુમલો કરી દેવાતા જવાનને અંગુઠામાં 7 ટાંકા લેવા પડયા છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે કુંભારીયા ગામ ખાડી બ્રીજ પાસે ભારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ છતા કન્ટેઇનર (નં.ડીએલ-01-જીસી-6731) પુરઝડપે આવતા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહે અટકાવ્યું હતું. ટ્રાફિક અને ટીઆરબીના જવાનો ત્યાં પહોંચતા ચાલકે, હમારી કન્ટેઇનર ક્યું રોકતે હો ? કહેતા પોલીસે ડ્રાઇવર અને ક્લિનરને નીચે ઉતારી વાહનના દસ્તાવેજો માંગી માસ્ક કેમ પહેર્યું નથી ? પુછયું હતું. તેથી ડ્રાઇવર-ક્લિનર બંને ઉશ્કેરાઇ ગયા હતા અને ક્લિનરે હે.કો.ચંદ્રસિંહનો કોલર પકડી લીધો હતો. ડ્રાઇવર કન્ટેઇનરમાંથી લોખંડનો પાઇપ લઇ આવ્યો હતો અને ટીઆરબીના જવાન જયરાજસિંહને મારી દેતા તેના ડાબા હાથના અંગુઠામાં ચીરો પડી જતા બાદમાં 7 ટાંકા લેવા પડયા હતા


ડ્રાઇવર કુલદીપ અશોક મોર્ય (ઉ.24) અને ક્લીનર મનીષ રામકિશુન પ્રજાપતી (ઉ.19) (બંને રહે.સણીયા હેમાદ રોડ, પ્રિન્સ એસ્ટેટ, પટેલ લોજીસ્ટીક, સારોલી, સુરત) ને ઝડપી પુણા પોલીસને સોંપતા ગુનો નોંધી ધરપકડ કરાઇ હતી. 

Tags :