વડોદરામાં એક જ દિવસે બે અછોડા તોડનાર લૂંટારો પકડાયો, રિવોલ્વર કબજે
Vadodara Police : વડોદરા પોલીસે જાંબુઆ બ્રિજ નજીકથી એક અછોડાતોડને ઝડપી પાડતા બે અછોડા મળી આવ્યા છે. આ ઉપરાંત પોલીસે રિવોલ્વર પણ કબજે કરી છે.
ગઈ તા.8મીએ માંજલપુર વિસ્તારમાં પગપાળા જઈ રહેલી એક મહિલા તેમજ લક્ષ્મીપુરાના મહાદેવ મંદિરમાંથી બહાર નીકળતી એક મહિલાના અછોડા તુટ્યા હતા. જેમાં નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જાંબુઆ બ્રિજ તરફથી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ આવતા અને પોલીસને જોઈ બાઈક પલટાવીને ભાગવા જતા ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન તેનું નામ અજય ઉર્ફે અજો માનસિંગભાઈ પરસોન્ડા (રહે-જૂની સરકારી સ્કૂલ સામે, નાકરાવાડી,રાજકોટ, મૂળ-રેલનગર રોડ, પોપટપુરા, રાજકોટ) હોવાનું જણાઈ આવ્યું હતું. તેની પાસે માંજલપુર અને લક્ષ્મીપુરામાં તોડેલા બંને અછોડા મળી આવ્યા હતા. જ્યારે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ માણેજાના કોમ્પલેક્ષમાંથી ચોરી હોવાની કબુલાત કરી હતી.
આ ઉપરાંત અજય પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી. જે તેને હુમલો થાય તો ડરાવવા માટે રાખી હોવાની કબુલાત કરી હતી. તારી બોલ બોલ સુરેન્દ્રનગરના શંકર કટોસણાએ આપી હોવાની વિગત ખોલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લૂંટારાએ રાજકોટમાં પણ બે ગુના આશરે હોવાની વિગતો ખુલી છે.