ફૂડ ડિલિવરી બોય દુકાનમાં જતાં જ ગઠિયો ચાર મોબાઈલ ફોન મૂકેલ થેલી ઉઠાવી ફરાર
Vadodara : વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં કોઈ ગઠિયો ફૂડ ડિલિવરી બોયના ચાર મોબાઇલવાળી થેલી લઈને ભાગી છુટતા પોલીસ ફરિયાદ થઈ છે.
સમાની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા અજયભાઈ નીનામાએ પોલીસને કહ્યું છે કે, દાહોદમાં રહેતો મારો મિત્ર ગઈકાલે ચાર મોબાઈલ ફોન રીપેરીંગ માટે આપી ગયો હતો જેની કિંમત રૂ.બે લાખ જેટલી થાય છે.
આ ફોન થેલીમાં મૂકીને એક ઓર્ડરની ડિલિવરી માટે જુના પાદરા રોડ પર ગયો હતો. દુકાનમાં ઓર્ડર લેવા ગયો તે દરમિયાન કોઈ ગઠિયો મોબાઇલ મૂકેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.