હાડગુડ પંચાયત હસ્તકના રસ્તાઓ આણંદ મનપાને સોંપાશે
- આણંદ જિલ્લા પંચાયતની પાંચમીએ સામાન્ય સભા યોજાશે : 20 જેટલા કામોનો એજન્ડામાં સમાવેશ
આણંદ જિલ્લા પંચાયતના સરદાર પટેલ સભાખંડમાં સોમવારે બપોરે બે વાગ્યે યોજાનારી સભા સંદર્ભે ૨૦ જેટલા કામોનો એજન્ડામાં સમાવેશ કરાયો છે. જેમાં તા. ૨૫મી ફેબુ્રઆરીની સામાન્ય સભાની કાર્યવાહી, અમલીકરણને બહાલ રાખવા, ગેરહાજર સભ્યોની રજા મંજૂર કરવી, એક કલાક પ્રશ્નોત્તરી, આણંદ જિલ્લા પંચાયતની સમિતિઓની મિટિંગની કાર્યવાહ નોંધને બહાલી આપવી, જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટના કામો મંજૂર કરવા તથા સ્વભંડોળ (સ્ટેમ્પ ડયૂટી)ના કામોની મર્યાદા વધારવા, નવા કામો મંજૂર પણ મંજૂર કરાશે. બોરસદ માર્ગ અને મકાન (પં) પેટાવિભાગ હસ્તકના રસ્તાઓ બોરસદ નગરપાલિકાને સોંપાશે. તારાપુર ખાતે રૂર્બન યોજનામાં હાઈ પાવર કમિટીએ મંજૂર કરેલી જથ્થા વધારા, હાઉસિંગ કનેક્શનની કામગીરીઓ, વહીવટી મંજૂરીને પણ બેઠકમાં બહાલી અપાશે.