Gujarat
વડોદરાઃઢાઢર નદીની સપાટી વધતાં તરસાલી પાસેના ગામોના રસ્તા પર પાણી ફરી વળ્યાં
By GS TEAM
27 Jun 20251 min read

વડોદરાઃ વડોદરા નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં પાણીની સપાટી વધતાં તરસાલી પાસેના ગામોના રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.
ઢાઢર નદીમાં ઝડપભેર સપાટી વધતી હોવાથી આજે તરસાલીથી ધનીયાવી, રાઘવપુરા જવાના માર્ગ પરથી પાણી વહી રહ્યું હતું.જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
આ પૈકી કેટલાક સ્થળે તો ખેતર અને રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ખેતરમાં ઉતરી ના જાય તેની ખૂબ તકેદારી રાખવી પડી હતી.જો કે મોડી સાંજે વરસાદે વિરામ લેતાં પાણી ઓસર્યા હતા અને વાહનચાલકોને થોડી રાહત થઇ હતી.








