સ્માર્ટ સિટીના રહીશો સામાન્ય વરસાદમાં બેહાલ, અમદાવાદમાં એક તરફ ખાડા, બીજી તરફ સિમેન્ટના રોડ બનાવવા ૨૯૮ કરોડ ખર્ચ
ઓઢવ, નિકોલ,વિરાટનગર અને ઠકકરબાપાનગર વિસ્તારમાં કેટલાક સ્થળે આખા રોડ ખોદેલી હાલતમાં છે
અમદાવાદ,શુક્રવાર,4
જુલાઈ,2025
સ્માર્ટસિટી એવા અમદાવાદના રહીશો સામાન્ય એવા એક ઈંચ વરસાદમાં
બેહાલ બની જાય છે. ૧૪૦ સ્થળોએ વરસાદી પાણી ભરાય છે.જેનો કલાકો સુધી નિકાલ થઈ શકતો નથી.
ત્રણ હજારથી વધુ ખાડા વિવિધ વિસ્તારમાં પડેલા છે. બીજી તરફ સિમેન્ટના ૮૪ રોડ રુપિયા
૨૯૮ કરોડના ખર્ચે બનાવવા આયોજન કરાયુ છે. આ પૈકી અત્યારસુધીમાં ૨૭ રોડ બન્યા છે.૨૮
રોડની કામગીરી ચાલી રહી છે.ઓઢવ,
નિકોલ, વિરાટનગર
અને ઠકકરબાપાનગર વિસ્તારમા રહેતા લોકો સૌથી
વધુ પરેશાન છે.કેમકે કેટલાક સ્થળે તો આખા રોડ ખોદી નાંખ્યા છે.
આ વર્ષે અમદાવાદમાં એક મહીનામાં ૧૬ ઈંચથી વધુ વરસાદ વરસી
ગયો છે.રાજય સરકારની ગાઈડલાઈન મુજબ ,૩૦ જુનથી
શહેરમાં રોડ,ગટર અને
પાણીને લગતી તમામ કામગીરી ચોમાસુ પુરુ ના થાય ત્યાં સુધી બંધ રાખવાની હોય છે. આમ
છતાં કેટલાક વિસ્તારોમાં હાલમાં પણ કોર્પોરેશન દ્વારા વરસતા વરસાદમાં પણ રોડ
બનાવવાની કામગીરી ચાલી રહી છે.રોડ બનાવવાની કામગીરી ચાલતી હોય તે સ્થળેથી
મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ કે સ્થાનિક કોર્પોરેટર પણ પસાર થતા હશે. આમ
છતાં કોઈને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની કે જે તે રસ્તા ઉપરથી પસાર થતા વાહન
ચાલકોની ચિંતા જ ના હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહયા છે.છ મહીના પછી મ્યુનિસિપલ
કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે.ચૂંટણી જાહેર થાય એ પહેલા અમે આ કર્યુ એમ
બતાવવાની લહાયમાં હજુ ચોમાસાનો ઘણો સમય બાકી છે ત્યારે ભારે વરસાદમાં રોડની ચાલી
રહેલી કામગીરીને લઈ કોઈ મોટી દુર્ઘટના ના બને એવી જયાં કામ ચાલે છે તે વિસ્તારના
લોકો પ્રાર્થના કરે છે.
સિમેન્ટના રોડની ઝોન મુજબ સ્થિતિ
ઝોન બનેલા રોડ કામગીરી ચાલુ
ઉ.પ. -- ૦૫
પશ્ચિમ ૦૩ ૧૨
ઉત્તર ૦૧ ૦૩
દ.પ. -- ૦૧
પૂર્વ -- ૦૨
દક્ષિણ ૦૧ ૦૪
મધ્ય ૦૧ --
પ્રોજેકટ ૨૧ ૦૧
ઉત્તરઝોનમાં ૬૪૦ ખાડા પુરવા ૯ લાખથી વધુનો ખર્ચ કરાયો
ઉત્તરઝોનમાં સરદારનગર,સરસપુર, ઈન્ડિયા કોલોની, નરોડા અને
કુબેરનગર સહીત આઠ વોર્ડ આવેલા છે. આઠ વોર્ડના વિવિધ રસ્તા ઉપર ૬૪૦ ખાડા પુરવા રુપિયા
૯.૩૪ લાખ ખર્ચ કરાયો છે.
વોર્ડ ખાડા
પુરાયા
ખર્ચ(લાખમાં)
સરદારનગર ૧૪૫ ૧.૯૮
સરસપુર ૯૧ ૧.૨૦
ઈન્ડિયાકોલોની ૬૯ ૦.૮૯
નરોડા ૪૫ ૧.૯૫
કુબેરનગર ૪૭ ૦.૫૯
સૈજપુર ૪૧ ૦.૬૯
ઠકકરનગર ૧૫૫ ૧.૨૫
બાપુનગર ૪૭ ૦.૭૯
કુલ ૬૪૦ ૯.૩૪
દક્ષિણઝોનમાં રોડ
ઉપરના ૧૦૫૨ ખાડા પુરાયા
મણિનગર,ઈસનપુર,લાંભા, ઘોડાસર ઉપરાંત
દાણીલીમડા અને બહેરામપુરા સહિતના અન્ય વિસ્તારના વિવિધ રસ્તા ઉપર પડેલા ૧૦૫૨ ખાડા
કોર્પોરેશને પુર્યા છે.આ પૈકી ૨૦૨ ખાડા ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે પડયા હતા.૪૩
ખાડા હજુ પુરવાના બાકી છે.આ વર્ષે મણિનગર અને વટવામાં પડેલા ભારે વરસાદના કારણે
અનેક નાના-મોટા રસ્તા ઉપર મોટી સંખ્યામાં ખાડા પડયા છે.