- સાંકડા રસ્તાના કારણે રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી
- દુકાન હોવા છતાં ઘણાં વેપારીઓ રસ્તા પર જ લારી-ટેબલ, બાકડા ગોઠવી દેતા ટ્રાફિકનો પ્રશ્ન કાયમી રહેતો
તળાજા શાકમાર્કેટના જાહેર રસ્તા પર વેપારીઓ, ફેરિયાઓ દ્વારા મનફાવે તેમ લારી-બાકડા, ટેબલ મુકવામાં આવતા રસ્તો સાંકડો થઈ જતાં રાહદારીઓ, ખરીદી કરતા આવતા લોકોને ચાલવું મુશ્કેલી પડી જતું હતું. ભીડના કારણે ઉઠાવગીરોને પણ ચોરી કરવા મોકળું મેદાન હતું. આ પ્રશ્નનો હલ લાવવા વર્ષોથી માંગણી ઉઠતી હતી. લોકોનો અવાજ આખરે પોલીસ તંત્રના કાને પહોંચ્યો હતો અને તળાજા પોલીસ દ્વારા કાયદાનો દંડો ઉગામી દબાણકર્તાઓ સામે પગલા ભરવામાં આવતા અસ્થાયી પ્રકારના મોટાભાગના દબાણો હટાવી લેવામાં આવતા લોકોને અવર-જવરમાં જે મુશ્કેલી પડતી હતી, તેમાંથી રાહત મળી છે. ઉલ્લેખનિય છે કે, સરકારી રોડ ઉપર લારી-બાકડા રાખવાના પણ ઘણાં વેપારીઓ ભાડા ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી.


