રસ્તો
ઉબડખાબડ બનતા વાહન ચાલકોને હાલાકી
બિસ્માર
રસ્તાના કારણે અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદ
સુરેન્દ્રનગર -
મુળી તાલુકાના ભવાનીગઢ ગામ પાસેથી પસાર થતો મુખ્ય રસ્તો
બિસ્માર તેમજ ઉબડ ખાબડ બની જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત યોગ્ય
રીતે માટીકામ તેમજ રિપેરિંગ કામ કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મુળી
તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ,
રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની જતા સ્થાનિક રહીશોને હાલાકી પડી
રહી છે. જેમાં ભવાનીગઢ ગામ તરફનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડ
ખાબડ બની જતા ભવાનીગઢ ગામ સહિત આસપાસના ગામોના રહીશો અને વાહન ચાલકોને પારાવાર
મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે તેમજ બિસ્માર રસ્તાના કારણે અકસ્માત થવાના
બનાવો પણ બની રહ્યા છે અને અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિક આગેવાનો
અને રહીશોએ આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ત્યારે તંત્ર
દ્વારા ગ્રામજનો અને વાહન ચાલકોને પડતી હાલાકીને ધ્યાને લઈને રસ્તાનું યોગ્ય રીતે
અને તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


