Gujarat

વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી ટીપી 43 નજીક હાઇવેને સમાંતર 12 મીટરના રોડ પરથી નડતરરૂપ બનેલ પતરાના બનેલા કાચા ગેરેજને દબાણ શાખાએ તોડી રોડ રસ્તો ખુલ્લો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં હાઇવેને સમાંતર રોડ પર તરસાલી ટીપી 43માં નડતરરૂપ દબાણો તોડી રોડ રસ્તો ખુલ્લો કરાયો

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી ટીપી 43 નજીક હાઇવેને સમાંતર 12 મીટરના રોડ પરથી નડતરરૂપ બનેલ પતરાના બનેલા કાચા ગેરેજને દબાણ શાખાએ તોડી રોડ રસ્તો ખુલ્લો કર્યો હતો.

 ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારમાં તરસાલી ખાતે ટીપી 43ને સમાંતર હાઇવે નજીક આવેલા 12 મીટરના રોડ રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે બનાવવામાં આવેલું પતરાના શેડવાળું કાચું ગેરેજ નડતરરૂપ બન્યું હતું. પરંતુ હાઈવેને સમાંતર આ રોડ રસ્તા પર નડતરરૂપ બનેલું ચારે બાજુએ પતરા લગાવેલું કાચું ગેરેજ પાલિકાની દબાણ શાખાએ દૂર કરીને રોડ રસ્તો ખુલ્લો કર્યો હતો.