ચાર મહિના કામ ચાલ્યા પછી પણ નિષ્ફળ
ભુજ નગર પાલિકાએ જૂના પાઈપ કાઢી સિમેન્ટના નાખ્યા પણ ચેમ્બરો સાફ ન કરતાં ઉભરાતી ગંદકી
નગરપાલિકાના જૂના ગટરના પાઈપો ભગ્ન થઈ ગયા હોવાથી છ મહિના પહેલા સિમેન્ટના પાઈપ લાખોના ખર્ચે નાખવાની શરૂઆત કરાઈ હતી તેમાં અધુરાશ જણાતાં એક ચેમ્બરથી બીજી ચેમ્બરને જોડતો સિમેન્ટ પાઈપ બેસીને તુટતાં પીવીસી પાઈપ નખાયો પણ ગટરના વહન માટે ચેમ્બરોની સફાઈ કરાઈ નહી.
સવારે ૧૦ વાગ્યે પાણી શરૂ થાય બે કલાકે ગટરમાં પાણી નિકાલ માટે શરૂ થાય તે સાથે ચેમ્બરો ઉભરાવા લાગતી પણ હાલે પીવાના પાણીના વાંધા નર્મદાના કારણે સર્જાતાં ઓછું પાણી અપાતાં ગટરનું ભારણ પણ ઘટતાં ક્યાંક ક્યાંક ઉભરાય છે. ગટરના પાઈપો કાઢવા અને પાથરવા રસ્તાનો નખ્ખોદવાળી નાખ્યો. નગરપાલિકાએ ખાડા ટેકરા અને ધૂળીયા માર્ગની મરમ્મત હાથ નથી ધરતી માધાપર ગ્રામ પંચાયત લાગુ પડતો ન હોવાથી રસ્તાની સુધારણા નથી કરતી આમ રાહદારીઓ ઉડતી ધૂળથી શ્વાસની તકલીફ ભોગવે છે.
ગાંધીચોકમાં રિક્ષા મળી રહેતી હોવાથી લોકોની હાજરી ઘણી રહે છે રોજરોજ નાના વ્હીલવાળા દ્વિચક્રી અને રિક્ષા ઠેબા ખાતા રહે છે. માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના પ્રદેશઅગ્રણી અજરણભાઈ ભુડિયાએ જણાવ્યું કે વારંવાર રજુઆતો કરવા છતાં લોકલક્ષી કામ હાથ નથી ધરાતું લોકો પણ આશા છોડી ફરિયાદો કરવા જતા નથી.


