ધોળકાના કાદીપુરથી ડડુસર સુધીનો માર્ગ તદ્દન બિસ્માર
ગ્રામજનોને
હાલાકી છતાં તંત્ર-નેતાઓનું મૌન
વરસાદી
પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ,
સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનોની આંદોલનની ચિમકી
બગોદરા -
ધોળકા તાલુકાના કાદીપુર ગામથી ડડુસર ગામ તરફ જતો મુખ્ય માર્ગ
હાલ બિસ્માર સ્થિતિમાં છે. વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર કાદવ, ઊંડા ખાડાઓ અને ધોવાઈ ગયેલા પેચના કારણે વાહનચાલકો સહિત ખેડૂતો અને
શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનો
દ્વારા આ સમસ્યા અંગે અનેક વખત સરપંચ,
તાલુકા પંચાયત અને અન્ય સરકારી અધિકારીઓ સમક્ષ લેખિત તેમજ મૌખિક
રજુઆતો કરવામાં આવી છે. છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં
આવી નથી.
સ્થિતિ
એટલી બિસ્માર બની છે કે ગ્રામજનોને અવસરજવર કરવામાં અને ખેતી માટેનો સંચાર પણ મુશ્કેલ
બન્યો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક યુદ્ધના ધોરણે રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ
ઉઠાની છે, સાથે
જો તંત્ર નિષ્ક્રિય રહેશે તો જરૃર પડયે માર્ગ રોકો જેવા આંદોલન કરીશું.