Gujarat
વરસાદની શરૂઆત થતાની સાથે જ વડોદરાના ગાજરાવાડીમાં રસ્તાનું ધોવાણ
By GS TEAM
19 Jun 20251 min read
વરસાદ શરૂ થવાની સાથે જ શહેરના ગાજરાવાડી ટાંકીથી ઈદગાહ મેદાનનો રોડ ફરી એકવાર બિસ્માર થઈ ગયો છે
Summarized by AI; it may make mistakes. Check important info
વરસાદ શરૂ થવાની સાથે જ શહેરના ગાજરાવાડી ટાંકીથી ઈદગાહ મેદાનનો રોડ ફરી એકવાર બિસ્માર થઈ ગયો છે
Summarized by AI; it may make mistakes. Check important info

image : representative image
Vadodara : વરસાદ શરૂ થવાની સાથે જ શહેરના ગાજરાવાડી ટાંકીથી ઈદગાહ મેદાનનો રોડ ફરી એકવાર બિસ્માર થઈ ગયો છે. ગત વર્ષે જ ખખડધજ હોવાથી આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો. હાલમાં ગટર લાઈનનું કામ હોય વરસાદમાં રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
ખખડધજ રોડની હાલત એટલી બદતર છે કે, વાહન ચાલકોના કમરના મણકા પણ હલી જાય! એવો વાલોતાપ કરી વાહન ચાલકો અહીં વહેલી તકે રોડ બનાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. કારણ કે અહીં ખાડા છે ? અને રોડ ક્યાં છે ? તેની ખબર પડતી નથી!