Get The App

વડોદરામાં ફતેગંજથી છાણી જકાતનાકા સુધી રોડ ડિવાઇડર સારું હોવા છતાં તોડી નાખ્યું

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં ફતેગંજથી છાણી જકાતનાકા સુધી રોડ ડિવાઇડર સારું હોવા છતાં તોડી નાખ્યું 1 - image


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા અવારનવાર રોડ ડિવાઇડર રીનોવેશનના નામે તોડીને નવા બનાવવામાં આવે છે. જેમાં ડિવાઇડરમાં વપરાયેલા બ્લોક સારી હાલતમાં હોવા છતાં કાટમાળમાં ફેંકી દેવામાં આવે છે. આવું કરવાથી પ્રજાકીય નાણાનો બગાડ થાય છે. ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી જકાત નાકા સુધી નવો રોડ બનાવવાની કામગીરીમાં જે સેન્ટ્રલ રોડ ડીવાઈડર સારું હોવા છતાં તોડીને નવું કરવામાં આવી રહ્યું છે.

વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ રોડ ડિવાઇડરના બ્લોક પણ મજબૂત અને સરસ લગાડવામાં આવ્યા હતા છતાં પણ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા આખેઆખું ડીવાઈડર કાઢીને નવું બનાવી રહ્યા છે.જ્યારે રોડનું કામ મંજૂરી માટે મૂકવામાં આવ્યું ત્યારે એન્જિનિયરોએ જોયું પણ નહીં હોય કે સેન્ટ્રલ ડીવાઈડર તો સારું જ છે. થોડા મહીના પહેલા જ આ ડીવાઈડરને કલર કરીને નવું કરવામાં આવ્યું હતું છતાં પણ છોડીને નવું કરવામાં આવી રહ્યું છે.


Tags :