અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી, યુવકનું મોત
Accident on NH-48 : રાજ્યભરમાં સતત વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સર્જાયો છે. નેશનલ હાઇવે પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર બાઇક સવારને ટક્કર મારતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઇવે 48 પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં સજોદ ગામના જયેશ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે ટ્રાફીકજામના દ્વશ્યો સર્જાયા હતા. અકસ્માતના બનાવ પગલે સ્થાનિક લોકો ટોળુ એકઠું થઇ ગયું હતું. પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.