For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ બાદ સુરતમાં નબીરો બેફામ બન્યો, પુરપાટ ઝડપે કાર ચલાવીને 5 લોકોને અડફેટે લીધા

BRTS રૂટમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Updated: Jul 31st, 2023

અમદાવાદ બાદ સુરતમાં નબીરો બેફામ બન્યો, પુરપાટ ઝડપે કાર ચલાવીને 5 લોકોને અડફેટે લીધા

રાજ્યમાં નબીરાઓ દ્વારા અકસ્માતની ઘટના સતત બની રહી છે. અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમા આજે સુરતમાં ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સુરતના મુદ્રા સોસાયટીમાં અકસ્માતની ઘટના બની 

સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહતદરીને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચાલવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલક નશામાં હોવાની શંકા થઈ હતી તેમજ લોકોએ તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. આરોપીએ BRTS રૂટમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.

Gujarat