Get The App

ગુજરાતમાં મોટી દુર્ઘટના, મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પરે કારને ફંગોળી, 3ના કમકમાટીભર્યા મોત

Updated: Sep 8th, 2024

GS TEAM


Google News
Google News
Road Accident In Morbi


Road Accident In Morbi: ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (આઠમી સપ્ટેમ્બર) વહેલી સવારે મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે ત્રણને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હાતા. જેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

મળતી માહિતી અનુસાર, મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર બંધુનગર નજીક રવિવાર (આઠમી સપ્ટેમ્બર) સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો નીકળી ગયો હતો અને  ડમ્પર રોડ પર પલટી મારી ગયો હતો. અકસ્માતની આ ઘટના ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યી છે.

આ પણ વાંચો: વરસાદે ગુજરાતના વિકાસની પોલ ખોલતાં ભાજપ ફસાયો, લોકોના 'મહેણાં ટોણાં' સાંભળવા મજબૂર


આ અકસ્માતના તુષાર બાલુ માલવયા, જાંબુવા વાળા, મહેશ સીંગારનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મહિલા, બાળકી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાતમાં મોટી દુર્ઘટના, મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પરે કારને ફંગોળી, 3ના કમકમાટીભર્યા મોત 2 - image

Tags :