Gujarat

છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો ભય

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ચુડેલ ગામ નજીક આવેલો બ્રિજ હાલ વાહનચાલકો માટે ભારે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. પાવીજેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા આ બ્રિજના જોઇન્ટની લોખંડની પ્લેટ ખુલ્લા પડી ગયા છે, જેને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો ભય

Dangerous Bridge Near Chudel Village In Chhota Udepur: ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ચુડેલ ગામ નજીક આવેલો બ્રિજ હાલ વાહનચાલકો માટે ભારે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. પાવીજેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા આ બ્રિજના જોઇન્ટની લોખંડની પ્લેટ ખુલ્લા પડી ગયા છે, જેને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

રોજના હજારો વાહનોની અવરજવર

મળતી માહિતી અનુસાર, પાવીજેતપુર અને રંગલી ચોકડી વચ્ચેનો આ માર્ગ વાહનવ્યવહાર માટે અત્યંત મહત્ત્વનો ગણાય છે. આ રોડ પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં ટ્રક, બસ, ટ્રેક્ટર અને નાના-મોટા ખાનગી વાહનો પસાર થાય છે. હાલ સ્થિતિ એ છે કે બ્રિજના જોઇન્ટની એક લોખંડની પ્લેટ ઉખડીને ઉપરની તરફ ઊભો થઈ ગયો છે અને સળિયા બહાર આવી ગયા છે.

સ્થાનિકોના જણાવ્યાનુસાર, બ્રિજ પર પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડતી હોવાથી સામેથી આવતા વાહનચાલકોને આ લોખંડની પ્લેટ ઘણીવાર દેખાતો નથી. જો વાહનચાલક સહેજ પણ ચૂક કરે, તો વાહન સીધું આ લોખંડની પ્લેટ સાથે અથડાઈ શકે છે. આ જોખમી સ્થિતિને કારણે રાહદારીઓ અને ચાલકોમાં ભારે ભયનો માહોલ છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: પાવીજેતપુરના મોટી રાસલી ગામે આંગણામાં રમતી બાળકી પર દીપડાનો હુમલો

ભારજ નદીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો

લોકોની ચિંતા માત્ર ચુડેલ ગામના બ્રિજ પૂરતી મર્યાદિત નથી. આ અગાઉ પાવીજેતપુર નજીક ભારજ નદી પર આવેલો મુખ્ય બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં પડ્યો છે. હાલમાં નદીના પટમાં કાચું ડાયવર્ઝન બનાવીને વાહન વ્યવહાર માંડ-માંડ ચાલુ રાખવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન અગાઉ ત્રણ વખત વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યું છે. જો આ વર્ષે પણ ચોમાસામાં ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાઈ જશે, તો લોકોને છોટા ઉદેપુર, બોડેલી કે વડોદરા જવા માટે આશરે 40 કિલોમીટરનો મોટો ચકરાવો કરવો પડશે.

વહીવટી તંત્ર વહેલી તકે જાગે તેવી લોક માંગ

જ્યારે પણ ભારજ નદીનું ડાયવર્ઝન બંધ થાય છે, ત્યારે તમામ વાહનોનો ભાર આ ચુડેલ ગામવાળા માર્ગ પર જ આવી પડે છે. ચોમાસા દરમિયાન છોટા ઉદેપુર અને વડોદરા તરફ જતા વાહનોને આ જ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવે છે. એક તરફ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય વધી રહ્યું છે અને બીજી તરફ બ્રિજનો આ ખુલ્લો થયેલી પ્લેટો મોટી આફતને આમંત્રણ આપી રહ્યો છે. ચોમાસું વિધિવત શરૂ થાય તે પહેલાં તંત્ર દ્વારા આ બ્રિજનું તાકીદે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે.