રીક્ષા ચાલકની પુત્રીએ ટયુશન વગર 99.52 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા
વડોદરાઃ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૨ની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં ઝળહળતી સફળતા મેળવનારા ઘણા વિદ્યાર્થીઓએ ભણવા માટે ટયુશનનો કે કોચિંગ ક્લાસનો સહારો લીધો હતો.
તેની સામે શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે રહેતી શિવાની ખટીકે ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ટયુશન વગર સ્કૂલમાં અને જાતે જ અભ્યાસ કરીને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૭૦૦માંથી ૬૪૮ માર્ક અને ૯૯.૫૨ પર્સેન્ટાઈલ મેળવ્યા છે.
શિવાનીએ કહ્યું હતું કે, મારુ એક રુમ રસોડાનું ઘર છે અને તેના પર પતરા લગાડેલા છે.મારા પિતા રીક્ષા ચલાવે છે.હું સ્કૂલની લાઈબ્રેરીમાં જ રોજ સાંજે ચાર વાગ્યા સુધી બેીને વાંચતી હતી.મારે સીએ બનવું છે.જેથી ભિષ્યમાં હું મારા માતા પિતાનો સહારો બની શકું.મારા પિતાએ મને અભ્યાસ કરાવવા માટે ગમે તેમ કરીને પણ શક્ય હોય તેટલી સવલતો પૂરી પાડી છે.સીએની ફાઉન્ડેશન પરીક્ષા આપવા માટે મેં અત્યારથી તૈયારી શરુ કરી દીધી છે.મારી બીજી બહેન પણ બીકોમનો અભ્યાસ કરે છે.તેણે ધો.૧૨ કોમર્સમાં ૭૦ ટકા માર્કસ મેળવ્યા હતા.