Gujarat
મરીમાતાના ખાંચા પાસેથી 65 હજારની રોકડ સાથે રીક્ષા ચોરી તસ્કર ફરાર
By GS TEAM
5 Jul 20251 min read

બાજવા ખાતે રહેતા સુભાષભાઈ પંડ્યા હોટલ ધરાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈ તા. 11 જૂનના રોજ સાંજે હોટલના કામકાજમાં ઉપયોગ કરાતી ઓટોરિક્ષા મરી માતાના ખાંચા પાસે પાર્ક કરી હતી. 30 મિનિટ બાદ પરત આવતા રીક્ષા ચોરી થયાની જાણ થઈ હતી. રિક્ષામાં અગત્યના ડોક્યુમેન્ટ, એક મોબાઈલ ફોન તથા રોકડા રૂ. 65 હજાર મળી કુલ રૂ. 1.35 લાખની મત્તા ચોરી થઈ હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે નવાપુરા પોલીસે અજાણ્યા શખ વિરુધ્ધ ચોરીનો ગુનો નથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








