Gujarat

વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો

By GS TEAM
2 Aug 20252 mins read
TukuTouch Logo
વડોદરાના સાકરદા રોડ પર એક અસામાન્ય અકસ્માત બન્યો છે. રસ્તા પર અચાનક વાંદરો કૂદી પડવાને કારણે એક રીક્ષા પલટી ગઈ હતી, જેમાં ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી. પોલીસે આ મામલે રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંદરાને કારણે રીક્ષાનો અકસ્માત: ત્રણ ઇજાગ્રસ્ત, પોલીસે ગુનો દાખલ કર્યો

AI Image                                                                                                                          

Vadodara Accident : વડોદરાના સાકરદા રોડ પર એક અસામાન્ય અકસ્માત બન્યો છે. રસ્તા પર અચાનક વાંદરો કૂદી પડવાને કારણે એક રીક્ષા પલટી ગઈ હતી, જેમાં ત્રણ મુસાફરોને ઈજા પહોંચી હતી. પોલીસે આ મામલે રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ ઘટના અંગે રણોલી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજેશભાઈ ઝાલા મકવાણાએ પોલીસને જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગત તારીખ 1 ના રોજ તેઓ સાકરદાથી રણોલી નોકરી પર જઈ રહ્યા હતા. સાકરદાથી 600 મીટર દૂર પહોંચતા જ અચાનક એક વાંદરો રોડ પર કૂદી પડ્યો. વાંદરાને બચાવવા જતા રીક્ષાચાલક ઉપેન્દ્રભાઈ ગોહિલે (ફાજલપુર) સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો અને રીક્ષા પલટી ખાઈ ગઈ.

આ અકસ્માતમાં રાજેશભાઈ ઝાલા, વાસદના સોનલબેન માછી અને રીક્ષાચાલક ઉપેન્દ્રભાઈને ઈજા થઈ હતી. આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લઈને રીક્ષાચાલક ઉપેન્દ્રભાઈ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.