બગોદરા હાઈવે પરથી 43 હજારનો દારૂ ભરેલી રિક્ષા ઝડપાઇ
- દારૂ, રિક્ષા સહિત રૂ. 1.04 લાખનો મુદ્દામાલ જપ્ત
- પોલીસના ચેકિંગમાં રિક્ષામાંથી રાજકોટના બે બુટલેગર ઝડપાયા, ત્રણ સામે ગુનો
બગોદરા : બગોદરા હાઈવે પરથી ૪૩ હજારનો દારૂ ભરેલી રિક્ષા સાથે રાજકોટના બે બુટલેગર ઝડપાયા હતા. પોલીસે દારૂ, રિક્ષા સહિત રૂ.૧.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
બગોદરા હાઈવે પર બગોદરા પોલીસના સ્ટાફે નાઈટ ચેકિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે એક રિક્ષાને રોકાવી તપાસ કરી હતી. રિક્ષાની ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની ૨૫૮ બોટલ (કિં.રૂ. ૪૩,૮૬૦),બિયરના ૯ નંગ કિં.રૂ.૯૦૦ મળી કુલ રૂ.૪૪,૭૬૦, રિક્ષાની અને મોબાઈલ મળી કુલ ૧,૦૪,૭૬૦ ના મુદ્દામાલ સાથે બુટલેગર ઈશ્વરભાઈ અશોકભાઈ રાણીંગા (રહે.અંજલિ પાર્ક સોસાયટી, મટોડા જીઆઇડીસી રાજકોટ, મૂળ વતન લુસણા ગામ,જુનાગઢ) અને અફઝલ અશરફભાઈ શેખાણી (રહે.વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ રાજકોટ)ને ઝડપી પાડયા હતા. જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર પીઠડ બોર્ડર નજીક આવેલી વાઇન શોપની દુકાનનો માલિકને વોન્ટેડ જાહેર કરી પોલીસે તમામ વિરોધ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.