Get The App

વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામમાં ખુલ્લી વરસાદી ગટરમાં રિક્ષા ખાબકી 1 - image

ટ્રેક્ટરની મદદથી રિક્ષા બહાર કઢાઇ

વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતા ગોલવાડી દરવાજા પાસે ગટર કન્સીલડ કરવાની માંગ

વિરમગામવિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા પોલીસ ચોકી સામે આવેલી ખુલ્લી વરસાદી ગટરની અંદર આજે વહેલી સવારે એક દૂધના ખાલી કેરેટ ભરેલી રિક્ષા ખાબકી હતી.

રિક્ષા ચાલક વાહન પાર્ક કરીને દૂધના પૈસા લેવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર પાર્ક કરેલી રિક્ષા ગટરમાં પડી ગઈ હતી. સદનસીબે રિક્ષામાં કોઈ બેઠેલું ન હોવાથી જાનહાનિ ટળી હતી. બાદમાં ટ્રેક્ટરની મદદથી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી.

વિરમગામમાંથી આશરે ચાર કિલોમીટર લાંબી ખુલ્લી વરસાદી ગટર પસાર થાય છે, જેમાં વાહનો અને પશુઓ પડવાની ઘટનાઓ અવારનવાર બને છે. ગટરને કન્સીલડ કરવાનું કામ કરોડોના ખર્ચે ખાનગી એજન્સીને સોંપાયું છે, પરંતુ ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા વચ્ચેનો અત્યંત વ્યસ્ત વિસ્તાર હજુ બાકી છે. શહેરીજનો અને વેપારીઓમાંથી આ વિસ્તારની ગટરને પ્રથમ અગ્રતા આપી તાત્કાલિક કન્સીલડ કરવા માટેની કડક માંગ ઉઠી છે.