Gujarat

રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું

By GS TEAM
9 Sep 20251 min read
રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડીને આઇ લવ યુ કહ્યું

 વડોદરા,રિક્ષાચાલકે સગીર વયની વિદ્યાર્થિનીનો  હાથ પકડી આઇ લવ યુ કહી છેડતી કરતા વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તેને  ઝડપી પાડયો છે.

વારસિયા વિસ્તારમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિની કોમ્પ્યુટર ક્લાસમાં જવા માટે વારસિયા રીંગ રોડ મોતી નગર ત્રણ રસ્તાથી રિક્ષામાં બેઠી હતી. રસ્તામાં રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીને  નાસ્તો કરાવવાની લાલચ આપી મોબાઇલ નંબર માંગ્યો  હતો. વિદ્યાર્થિની રિક્ષામાંથી ઉતરીને ભાડૂ આપતી હતી. તે સમયે રિક્ષા ચાલકે પૂછ્યું હતું કે, તારો છૂટવાનો સમય કેટલા વાગ્યાનો છે, હું તને લેવા આવીશ. આટલેથી નહીં અટકતા રિક્ષા ચાલકે વિદ્યાર્થિનીનો હાથ પકડી આઇ લવ યુ કહ્યું હતું. ગભરાયેલી વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરતા આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. વારસિયા પી.આઇ. એસ.એમ. વસાવાએ સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા ચાલક રિતેશ જ્યંતિભાઇ માળી, ઉં.વ.૩૯ (રહે.સાંઇનાથ નગર સોસાયટી, ગાજરાવાડી રોડ) ને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી પોલીસે રિક્ષા અને મોબાઇલ ફોન કબજે લીધો છે. આરોપી અગાઉ બે વખત જુગારના કેસમાં પકડાયો છે.