Gujarat

એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત

By GS TEAM
1 Nov 20251 min read
એસટી બસ સાથે અકસ્માતમાં રિક્ષા ચાલકનું નિપજેલ મોત

- મહુવા-રાજુલા હાઈ-વે ગુજરડા ગામના પાટીયા પાસે

- મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર : મહુવા-રાજુલા હાઈ-વે પર ગુજરડા (અગતરીયા) ગામના પાટિયા પાસે એસટી બસ સાથે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં એસટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

મહુવા તાલુકાના ગુજરડા (અગતરીયા) ગામે રહેતા ભરતભાઈ વશરામભાઈ બાલધિયા ગત મોડી રાત્રે પોતાની જીજે-૦૪-એટી-૦૮૪૧ લઈને અગતરીયાથી મહુવા તરફ જઈ રહ્યાં હતા ત્યારે મહુવા-રાજુલા હાઈ-વે ગુજરડા (અગતરીયા) ગામના પાટિયા પાસે પહોંચતા જીજે-૧૮-ઝેડટી-૧૨૭૯ નંબરની વેરાવળ-ભાવનગર રૂટની એસટી બસના ચાલકે તેમની રિક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં ભરતભાઈ બાલધિયાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ઈમર્જન્સી ૧૦૮માં મહુવા સરકારી દવાખાને ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે સુખાભાઈ વશરામભાઈ બાલધિયાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં જીજે-૧૮-ઝેડટી-૧૨૭૯ નંબરની એસટી બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.