Gujarat

વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગેસ્ટ હાઉસના પલંગમાંથી રિવોલ્વર અને કારતુસ મળ્યા

By GS TEAM
29 Nov 20251 min read
TukuTouch Logo
પોલીસ પહોંચે તે પહેલા મોબાઇલ રોકડ સહિતની ચીજ વસ્તુઓ છોડી આરોપી ચેક આઉટ કરી ગયો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગેસ્ટ હાઉસના પલંગમાંથી રિવોલ્વર અને કારતુસ મળ્યા

Vadodara : વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ગેસ્ટ હાઉસના એક પલંગમાંથી પોલીસે રિવોલ્વર સહિતની ચીજ વસ્તુઓ શોધી કાઢી હતી. જ્યારે પોલીસના ડરથી રૂમમાં રોકાયેલ વ્યક્તિ ચેક આઉટ કરીને ફરાર થઈ ગઈ હતી. 

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવેલા ઈન એન્ડ આઉટ ડોરમેટરી નામના ગેસ્ટ હાઉસમાં કિરીટ પટેલ નામનું એક શખ્સ રિવોલ્વર લઈને રોકાયો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો.

આ વખતે કિરીટ પટેલ જ્યાં રોકાયો હતો તે પલંગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, 26,000 રોકડા, મોબાઈલ સહિતની ચીજવસ્તુ મળી આવી હતી. પોલીસે તમામ ચીજો કબજે કરી તપાસ કરતા કિરીટ પ્રભાભાઈ પટેલ (ઉમેદપુર ગામ,ઈડર) ઉપરોક્ત ચીજ વસ્તુઓ છોડીને ચેક આઉટ કરીને ચાલ્યો ગયો હોવાની વિગતો બહાર આવી હતી. 

વધુ તપાસ દરમિયાન કિરીટ પટેલને 75 લાખના ચેક રિટર્ન ના કેસમાં બે વર્ષની સજા થઈ હોવાની, અમદાવાદમાં રિવોલ્વર નો એક કેસ અને એક મારામારીનો ગુનો નોંધાયો હોવાની વિગતો ખુલી હતી. જેથી કિરીટ પટેલ કયા હેતુથી અહીં આવ્યો હતો તે મુદ્દો તપાસનો વિષય બન્યો છે.