Get The App

વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તથા સ્માર્ટ સિટી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

વિશ્વામિત્રી નદીના કિનારે ફેન્સીંગ, પ્લાન્ટેશન સાથે વોક વૅનુ પ્લાનિંગ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તથા સ્માર્ટ સિટી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ 1 - image
કોર્પોરેશનની વડી કચેરી ખંડેરો માર્કેટ ખાતે આજરોજ મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં અને પર્યાવરણવાદી તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત સમીક્ષા બેઠક મળી હતી.

આ બેઠકમાં એનજીટી સંદર્ભના કેટલાક મુદ્દા અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં વિશ્વામિત્રી નદીના 25 કિ.મી એરિયાના ડ્રોન વિડીયોગ્રાફીનું નિરીક્ષણ કર્યું હતું.  કેટલાક સ્થળોએ નદીમાં ડમ્પિંગ થતું હોય તબક્કાવાર દૂર કરાશે. ચોમાસાની ઋતુમાં પાણીના વહેણ પછી પાળા અને સ્ટ્રક્ચરનું મજબૂતીકરણ થશે. વિશ્વામિત્રી નદીના કિનારે ફેન્સીંગ, પ્લાન્ટેશન સાથે વોક વૅ નું પણ આયોજન છે. કાચબા અને મગરના સરક્ષણ સાથે તે વિસ્તારને હાલ ટચ ન કરવાની સલાહ પર્યાવરણવાદીઓએ આપી છે. ડ્રોન દીદી મારફતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક હજાર બીજ રોપવાનું આયોજન છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળના કેટલાક કામોની સમીક્ષા થઈ હતી. સપ્ટેમ્બર મહિના સુધીમાં 100 ઇલેક્ટ્રિક બસો કાર્યરત થાય તેવું આયોજન છે. બીજા તબક્કામાં વધુ 100 બસો આવશે. તેમજ સીટી બસ સર્વિસનો શહેરથી 20 કિલોમીટર બહાર પણ સેવા આપવાનો પ્રયાસ છે. ખાસ કરીને, આડેધડ ખોદકામ ન થાય તે માટે જીઆઇએસ મેપિંગ સિસ્ટમના અભ્યાસ સાથે અમલીકરણનું આયોજન છે.

Tags :