થાનના હીરાણા ગામમાં મળેલા યુવતીના મૃતદેહના પોસ્ટમોર્ર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ
પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૃ કરી
ત્રણ દિવસ પહેલા યુવતીનો કોહવાય ગયેલી હાલતમાં મૃતદહેહ મળ્યો હતો ઃ યુવતીની ઓળખ હજુ બાકી
સુરેન્દ્રનગર -થાન તાલુકારા હીરાણા ગામમાં યુવતીનો કોહવાય ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પીએમ રીપોર્ટમાં યુવતીની હત્યા નીપજાવી હોવાનું સામે આવતા પોલીસે હત્યાની કલમ ઉમેલી અલગ-અલગ ટીમો બનાવી હત્યાનો ભેદ ઉકેલવા તેમજ યુવતીની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે. થાન
તાલુકાના હિરાણા ગામ નજીક મંદિર પાસે ખુલ્લી જગ્યામાંથી ગત ૨૭મી ઓગસ્ટ, બુધવારના રોજ કોહવાય ગયેલી હાલતમાં એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. થાન પોલીસ કાફલો તરણેતરના મેળાના બંદોબસ્તમાંથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી અને યુવતીના મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ બાદ પીએમ રર્પોર્ટમાં યુવતીની હત્યા નીપજાવી મૃતદેહને ફેંકી દીધો હોવાનું સામે છે. જેના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી યુવતીની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા તેમજ કોને હત્યા કરી છે તેનો ભેદઉકેલવા અલગ-અલગ ચારથી વધુ ટીમો બનાવી હાલ તપાસ હાથ ધરી છે. જેમાં બનાવ સ્થળ આસપાસ આવેલ મુખ્ય માર્ગો પરની દુકાનો અને હોટલો તેમજ જાહેર સ્થળો પરના સીસીટીવીની ચસાકણી શરૃ કરવામાં આવી છે. થાન