Get The App

USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા

ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગનો વધુ એક ટારગેટ

બીટકોઇન અને યુએસડીટીના રોકાણમાં ઉંચો નફો દર્શાવીને નાણાં અપાવવાનું કહીને છેતર્યાઃ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા 1 - image

અમદાવાદ,શનિવાર

રોકાણની સામે  ઉંચુ વળતર અપાવવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા વધુ એક સિનિયર સિટીઝનને ટારગેટ કરીને ૫૫ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. જેમાં ગઠિયાઓએ યુએસડીટી અને બીટકોઇનમાં રોકાણના નામે  ઓફર કરીને નાણાનું રોકાણ કરાવ્યું હતું. 

શહેરના શાહીબાગ શીલાલેખ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૬ વર્ષીય કિશોરભાઇ પંડયા ઇન્ડિયન ઓઇલ કંપનીમાંથી નોકરી કરતા હતા અને હાલ નિવૃત જીવન પસાર કરે છે. ગત થોડા મહિના પહેલા તેમને ફેસબુકની એપ્લીકેશન દ્વારા શાનવી શર્મા નામની યુવતીના આઇડીથી  ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી. જે સ્વીકારીને  મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.  શાનવી શર્માએ બીટકોઇનમાં નફો અપાવવાનું કહીને રોકાણ માટે વાત કરી હતી અને એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

જેમાં યુએસડીટીની એપ્લીકેશનમાં ૧૦૨ ડોલર જમા આપ્યા હતા. ત્યારબાદ અલગ અલગ અલગ રોકાણમાં મદદ કરવાનું કહીને બીટકોઇનમાં પણ સારી આવક હોવાનું જણાવીને થોડા રોકાણ પર ઉંચો નફો આપ્યો હતો. જેથી વિશ્વાસ કરીને કિશોરભાઇએ કુલ ૫૫ લાખનું રોકાણ કર્યું હતું અને તેનો ૧.૭૮ લાખ યુએસડીટીનો નફો પણ ઓનલાઇન દર્શાવવામાં આવતો હતો. પરંતુ, નફો ઉપાડી ન શકતા તેમને શંકા ગઇ હતી અને તપાસ કરતા તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી. આ અંગે  તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :